Dwarka: અચાનક જ પવનચક્કી ધરાશાયી થઈ ગઈ, જમીન પર પડતા જ ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ-Vide
પવનચક્કી ધરાશાયી થઈ ગઈ

Follow us on

Dwarka: અચાનક જ પવનચક્કી ધરાશાયી થઈ ગઈ, જમીન પર પડતા જ ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ-Vide

| Edited By: | Updated on: Jul 15, 2023 | 7:18 PM

Windmill collapsed: દ્વારકાના ખંભાળીયા તાલુકાના નાના આસોટા ગામ નજીક એક વિશાળ પવનચક્કી ધરાશાયી થઈ ગઈ હતી અને તેમાં આગ ફાટી નિકળી હતી. ઘટનાને લઈ વિસ્તારમાં દોડધામ મચી હતી.

 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પવન ચક્કી ધરાશાયી થવાના સમાચાર આવી રહ્યા છે. પવન ચક્કી નિચે પડવા સાથે જ તેમાં આગ લાગી હોવાની ઘટના બની છે. વાત દ્વારકાના ખંભાળીયા તાલુકાની છે. નાના આસોટા ગામે પવન ચક્કી ધરાશાયી થઈ છે. પવનચક્કી નિચે પડવા બાદ તુરત જ તે આગમાં લપેટાઈ હતી. પવન ચક્કીમાં ભીષણ આગને પગલે દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. પરંતુ આ ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

ખંભાળિયા અને તેની આસપાસના વિસ્તારમાં અનેક પવન ચક્કી આવેલી છે. હાલમાં બિપરજોય વાવાઝોડા દરમિયાનથી જ વિસ્તારમાં ભારે પવનની સ્થિતી સર્જાઈ હતી. ત્યાર બાદ હવે ચોમાસાને લઈ પવન ફુંકાઈ રહ્યો છે. જોકે વિશાળ અને મજબૂત પવન ચક્કી હાલના પવનમાં કેમ અને કેવી રીતે ધરાશયી થઈ એ એક સવાલ છે. જેને લઈ સ્થાનિક તંત્ર દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. જેથી આવા અકસ્માતને નિવારી શકાય અને આ માટે ચોક્કસ કારણ જાણી શકાય.

આ પણ વાંચો : USA જવા નિકળેલા 9 ગુજરાતીઓનો મામલો, પ્રાંતિજ પોલીસે વધુ 2 આરોપીઓના નામ ખોલ્યા, ગૃહ વિભાગે હાથ ધરી કાર્યવાહી

 

દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 15, 2023 07:13 PM