Dwarka: ખંભાળિયામાં રસ્તા વચ્ચે 8 દિવસથી ભૂવો, નગરપાલિકાનાં સત્તાધીશોએ આંખે કાળા ચશ્મા પહેરી લીધા

|

Jan 19, 2022 | 12:58 PM

આઠ દિવસથી રસ્તા પર ભૂવો પડેલો હોવા છતા નગરપાલિકાએ ભૂવાની આસપાસ બેરિકેટ મુકવા સુધીની તસદી લીધી નથી. આઠ દિવસથી આ રસ્તા પરથી જતા લોકોને ભૂવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતમાં શિયાળો જામી ગયો છે. સમગ્ર ગુજરાતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. પરંતુ દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)ના ખંભાળિયા (Khambhaliya) નગરપાલિકામાં ભર શિયાળે ભૂવો પડ્યો છે. છેલ્લા આઠ દિવસથી ભૂવો પડ્યો હોવા છતા તેના સમારકામની કામગીરી નથી કરવામાં આવી. રસ્તા વચ્ચે જ ભૂવો પડવાના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે.

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નગરપાલિકાના બગીચાના પાછળના ભાગમાં રસ્તા પર જ ભૂવો પડ્યો છે. છેલ્લા આઠ દિવસથી રોડ પર ભૂવો પડેલો છે. આ ભૂવો ખંભાળિયા નગરપાલિકાની ઓફિસથી નજીકના રસ્તા પર જ પડ્યો છે. છતાં નગરપાલિકાને જાણે આંખો જ ન હોય તેમ ભૂવાનું સમારકામ કરવાની કોઇ કામગીરી જ હાથ ધરાઇ નથી.

આઠ દિવસથી રસ્તા પર ભૂવો પડેલો હોવા છતા નગરપાલિકાએ ભૂવાની આસપાસ બેરિકેટ મુકવા સુધીની તસદી લીધી નથી. આઠ દિવસથી આ રસ્તા પરથી જતા લોકોને ભૂવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે આસપાસના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કંટાળેલા સ્થાનિકો દ્વારા ભૂવાની આસપાસ જાતે જ ઇંટો અને કાટમાળ મૂકવામાં આવ્યો છે. જેથી કોઇ દૂર્ઘટના ન થાય. આમ છતા ભૂવાની આસપાસ મોટા બેરિકેટ ન મુકવાના કારણે દુર્ઘટના તો થઇ જ શકે છે. સ્થાનિકોની માગ છે પાલિકા દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવે.

આ પણ વાંચોઃ

Bhavnagar: કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો, પણ હોસ્પિટલમાં દાખલ થનારાની સંખ્યા માત્ર 4 ટકા

આ પણ વાંચોઃ

Kutch: રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી, કહ્યુ કચ્છવાસીઓની માગ પુરી કરવા પ્રયત્નશીલ

Next Video