દ્વારકામાં વિધીના બહાને દુષ્કર્મ આચરનારા તાંત્રિકને કોર્ટે 20 વર્ષની જેલની સજા ફટકારી

|

Dec 30, 2021 | 10:50 PM

ખંભાળીયાની સેશન્સ કોર્ટે પુરાવા અને અન્ય વિગતો અને સાક્ષીને ધ્યાને લેતા નામદાર કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગુજરાતમાં(Gujarat)દેવભૂમિ દ્વારકામાં (Dwarka) વર્ષ 2019માં થયેલા દુષ્કર્મ કેસમાં(Rape)આરોપીને અદાલતે 20 વર્ષની કેદ(Jail)અને 10 હજાર રૂપિયા દંડની સજા ફટકારી છે. જેમાં દુષ્કર્મ કેસમાં ખંભાળીયાની (Khambhaliya)એડિશનલ સેશન્સ કોર્ટે એક આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી.

આ કેસની વિગતો મુજબ વર્ષ 2019માં આરોપી ભરત કરશન સોનગરા જે ભુવો બની અને પીડિતાનું મેલું કાઢવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું. જેમાં પીડિતા પર વિધી કરવાના બહાને ભુવાએ કપડાં કાઢી ભભૂતિ લગાડવી પડશે અને ભભૂતિ લગાવ્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ તેની બાદ આરોપીએ પીડિતાને તેમજ તેના માતા પિતાને ફરિયાદ કરશો તો મારી નાખવાની ધમકી પણ આપી હતી.

જેના પગલે અદાલતે પુરાવા અને અન્ય વિગતો અને સાક્ષીને ધ્યાને લેતા નામદાર કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાના નવા 269 કેસો, 10 નવા વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરાયા

આ  પણ વાંચો :  ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રી કરફ્યૂ સહિતના પ્રતિબંધો 7 જાન્યુઆરી સુધી લંબાવાયા

Next Video