Gujarat Video: દ્વારકાના દરિયામાં ઉંચા મોજા ઉછળવા લાગ્યા, વરસાદની આગાહી પહેલા દરિયામાં કરંટ વધ્યો

|

Jul 16, 2023 | 3:29 PM

Dwarka: મંદિર નજીકના ગોમતી ઘાટ વિસ્તારમાં ખૂબ જ ઉંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. આઠ થી દશ ફુટ ઉંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. દરિયામાં કરંટને પગલે ઉંચા મોજા ઉછળવા લાગ્યા છે.

 

દ્વારકા ના દરિયામાં ઉંચા મોજા ઉછળવા લાગ્યા છે. દરિયામાં કરંટને પગલે ઉંચા મોજા ઉછળવા લાગ્યા છે. મંદિર નજીકના ગોમતી ઘાટ વિસ્તારમાં ખૂબ જ ઉંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. આઠ થી દશ ફુટ ઉંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. દ્વારકામાં ગોમતી ઘાટ વિસ્તારમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દ્વારકામાં દરિયા કિનારે ગોમતી ઘાટ વિસ્તારમાં લોકો પણ દરિયામાં ખૂબ જ મોજ માણતા મળી રહ્યા છે.

સામાન્ય રીતે ગોમતી ઘાટ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોની ભીડ જામતી હોય છે. દરિયામાં લોકો મોજ માણતા હોય છે અને પાણીમાં નહાવાનો આનંદ લેતા હોય છે. દરિયામાં કરંટ વધવાની સ્થિતીમાં પણ આવી જ રીતે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને મજા માણવા માટે જોખમ અને સાહસ કરતા હોય એમ લાગી રહ્યુ છે. દરિયા કિનારે ઉંચા મોજા ઉછળતા હોવાને લઈ દરિયામાં કરંટ વધી રહ્યો હોય એમ લાગી રહ્યુ છે.

 

આ પણ વાંચો : USA જવા નિકળેલા 9 ગુજરાતીઓનો મામલો, પ્રાંતિજ પોલીસે વધુ 2 આરોપીઓના નામ ખોલ્યા, ગૃહ વિભાગે હાથ ધરી કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:25 pm, Sun, 16 July 23

Next Video