Rajkot: ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધે ત્યારે તેર તુટે એવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. રવી પાક અને ઉનાળુ પાક પર કમોસમી વરસાદ કેર બનીને તૂટી પડ્યો. જેને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેણે ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે. ઉનાળામાં પડેલા કમોસમી વરસાદે તલ, અડદ, મગ અને બાજરી જેવા પાકોને મોટું નુકસાન પહોચાડ્યું છે. એક તરફ બિયારણ, ખાતર અને દવાના ભાવ વધી રહ્યા છે, બીજી તરફ ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નહીં મળવાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે.
આ પણ વાંચો : રાજકોટમાં સ્ટ્રેચરનો ‘ભગવો’ રંગ બન્યો વિવાદનું કારણ, કોંગ્રેસ અને ભાજપના એકબીજા પર આરોપ-પ્રત્યારોપ
કૃષિ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આગોતરું વાવેતર કરતા પહેલા ખેડૂતોએ કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ. જેથી વાવેતર અને ખેડ કેવી રીતે કરવી, તેમજ કયા પાકમાં કયા ખાતરથી વધુ ઉત્પાદન મેળવી શકાય, તેનું માર્ગદર્શન મળી રહે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો