AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : રાજકોટમાં સ્ટ્રેચરનો 'ભગવો' રંગ બન્યો વિવાદનું કારણ, કોંગ્રેસ અને ભાજપના એકબીજા પર આરોપ-પ્રત્યારોપ

Gujarati Video : રાજકોટમાં સ્ટ્રેચરનો ‘ભગવો’ રંગ બન્યો વિવાદનું કારણ, કોંગ્રેસ અને ભાજપના એકબીજા પર આરોપ-પ્રત્યારોપ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 3:49 PM
Share

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરી વિવાદસર્જાયો છે. આ વખતે વિવાદનું કારણ બન્યુ છે સ્ટ્રેચરનો ભગવો રંગ. સામાન્ય રીતે કોઇપણ હોસ્પિટલમાં સ્ટ્રેચર (stretcher) સફેદ રંગના જ હોય, પરંતુ રાજકોટ સિવિલમાં સ્ટ્રેચરને કેસરી રંગે રંગી દેવાતા આશ્ચર્ય સર્જાયું છે.

Rajkot : વિવાદનો પર્યાય બનેલી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરી વિવાદ સર્જાયો છે. આ વખતે વિવાદનું કારણ બન્યુ છે સ્ટ્રેચરનો ભગવો રંગ. સામાન્ય રીતે કોઇપણ હોસ્પિટલમાં સ્ટ્રેચર (stretcher) સફેદ રંગના જ હોય, પરંતુ રાજકોટ સિવિલમાં સ્ટ્રેચરને કેસરી રંગે રંગી દેવાતા આશ્ચર્ય સર્જાયું છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના કહેવાથી હોસ્પિટલ સત્તાધીશોએ સ્ટ્રેચરનું ભગવાકરણ કર્યું છે.

આ પણ વાંચો-Jamnagar : બેદરકારીના કારણે અકસ્માત ન થાય તે માટે PGVCLની પહેલ, સેફ્ટી સાધનો વિના કામ કરનારા સામે થશે કાર્યવાહી

તો વિવાદ વરકતા હોસ્પિટલના મેડિકલ ઓફિસર એ.વી. રામાણીએ મીડિયા સમક્ષ આવ્યા હતા. મેડિકલ ઓફિસર રામાણીએ હોસ્પિટલ તંત્રની ભૂલ સ્વીકારતા ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. રામાણીનો આરોપ છે કે, ઇન્ચાર્જ સિસ્ટરના આદેશથી સ્ટ્રેચરનો રંગ બદલવામાં આવ્યો છે. રામાણીનો દાવો છે કે હોસ્પિટલમાં વ્યવસ્થાનો અભાવ છે અને ઉપરના લેવલે અધિકારીઓ તરફથી યોગ્ય માર્ગદર્શન ન મળતું હોવાથી અવ્યવસ્થા સર્જાઇ છે. જોકે મુદ્દો ધ્યાને આવતા ભૂલ સુધારવાની પણ તેઓએ વાત કરી.

તો કોંગ્રેસના આરોપ સામે ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે રંગના નામે રાજનીતિ ન કરવાની કોંગ્રેસને સલાહ આપી અને ભગવા રંગને જ્ઞાતિ-જાતિ, ધર્મ કે સંપ્રદાય સાથે ન જોડવાની પણ વાત કરી. તો સમગ્ર મામલો ધ્યાન પર આવતા હોસ્પિટલ તંત્રએ પોતાની ભૂલ છૂપાવવા પ્રયાસ કર્યો અને ભગવા રંગે રંગાયેલા સ્ટ્રેચરને ફરીવાર સફેદ રંગે રંગી દેવામાં આવ્યા.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">