Gujarat Rain: ઉપલેટાના લાઠ ગામના ખેતરો બેટમાં ફેરવાયા, ખેડૂતો ચિંતિત, જુઓ Video

|

Jul 10, 2023 | 1:05 PM

ઉપલેટા તાલુકાના લાઠ ગામના ખેતરોમાં ગઈકાલે પડેલા વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેના કારણે કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકો પાણીમાં ગરકાવ થયા છે.

Rajkot: ઉપલેટા (Upleta) તાલુકાના લાઠ ગામના (Lath village) ખેતરોમાં ગઈકાલે પડેલા વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેના કારણે કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકો પાણીમાં ગરકાવ થયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવી શકે છે. આ ઉપરાંત અનેક ખેતરોમાં ધોવાણ પણ થયું છે. તો ગામના અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો Rajkot Rain : ભારે વરસાદ બાદ ઓસમ ડુંગર પરનો ધોધ થયો જીવંત, અનેક પ્રવાસીઓ અટવાયા, જૂઓ Video

ઉપલેટા વિસ્તારમાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદના કારણે લાઠ ગામની નદી અને ચેકડેમોમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. આ ઉપરાંત ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા પંથકમાં ધોધમાર વરસાદને પગલે ભાદર 2, મોજ ડેમ, વેણુ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જેના લીધે નદી નાળાઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. જેના લીધે નદીના પુરના પાણી ખેતરોમાં ઘૂસ્યા હતા.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video