Botad : સતત વરસાદને કારણે ખેતરમાં ઉભા પાકમાં પાણી ભરાયા, ખેડૂતોને મગફળી, કપાસના પાકને નુકશાન થવાની ભીતિ, જુઓ Video

|

Jul 24, 2023 | 9:10 AM

સતત વરસાદના કારણે કપાસ, મગફળી સહિતના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે. સેથળી ગામે અનેક ખેતરોમાં પાણીના ભરાવાના કારણે કપાસ અને મગફળીનો પાક બળી રહ્યો છે. અતિવૃષ્ટિની સ્થિતિના કારણે ખેડૂતો ચિંતિત છે.

Botad Rain : બોટાદ પંથકમાં છેલ્લા 20 દિવસથી અવરિત વરસાદથી (Heavy rain) કૃષિ પાકમાં વ્યાપક નુક્સાનની ભીતિ છે. સેથળી ગામે સતત વરસાદથી ખેતરમાં ઉભા પાકમાં પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી વહી રહ્યા છે, કૂવા સહિતના ભૂગર્ભ જળનું સ્તર પણ ઉંચે આવી જતા પાણી બહાર વહી રહ્યું છે.

આ પણ વાંચો Botad: રાણપુરના ઉમરાળા ગામે વરસાદે સર્જી તારાજી, ગોમા નદી પર આવેલો ચેકડેમ તૂટ્યો- જુઓ Video

સતત વરસાદના કારણે કપાસ, મગફળી સહિતના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે. સેથળી ગામે અનેક ખેતરોમાં પાણીના ભરાવાના કારણે કપાસ અને મગફળીનો પાક બળી રહ્યો છે. અતિવૃષ્ટિની સ્થિતિના કારણે ખેડૂતો ચિંતિત છે. જો વરસાદ વિરામ નહીં આપે તો કૃષિ પાકમાં વ્યાપક નુક્સાન થશે.

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video