Mehsana : ‘વિપુલ’ કૌભાંડ મામલે તપાસ તેજ, વિદેશમાં ટ્રાન્સફર કરાયેલા રૂપિયા મુદ્દે પણ પૂછપરછ હાથ ધરાઈ

Mehsana : ‘વિપુલ’ કૌભાંડ મામલે તપાસ તેજ, વિદેશમાં ટ્રાન્સફર કરાયેલા રૂપિયા મુદ્દે પણ પૂછપરછ હાથ ધરાઈ

| Edited By: | Updated on: Sep 16, 2022 | 1:22 PM

વિપુલ ચૌધરી (Vipul Chaudhary) અને તેમના સીએ શૈલેષ પરીખની ધરપકડ બાદ બંનેની ક્રાઇમ બ્રાન્ચમાં જ મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી.

દૂધસાગર ડેરીના (Dudhsagar dairy)  પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના કરોડોના કૌભાંડ મામલે પોલીસે તપાસ તેજ કરી છે.વિપુલ ચૌધરી (Vipul Chaudhary) અને તેમના સીએ શૈલેષ પરીખની ધરપકડ બાદ બંનેની ક્રાઇમ બ્રાન્ચમાં જ મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી.બંનેને ACBના અલગ અલગ અધિકારીઓ દ્વારા ઈન્ટ્રોગેટ કરાયા.વિપુલ ચૌધરીની અમેરિકા (America) રહેતા પુત્ર અને ઓસ્ટ્રેલિયા (Australia) રહેતી પુત્રી પાસે ટ્રાન્સફર કરાયેલા રૂપિયા મુદ્દે પણ પૂછપરછ કરવામાં આવી. આ ઉપરાંત 31 પૈકી 14 કંપનીઓ સાવ બોગસ હોવાનું ખૂલ્યા બાદ બાકીની બીજી કંપનીઓ કે જે વિપુલ ચૌધરી અને તેના પરિવાર દ્વારા બનાવાઇ છે તે અંગે પણ પૂછપરછ કરાઇ.તો બોર્ડના અન્ય સભ્યોના રોલ અને સંડોવણીને લઈને પણ તપાસ કરવામાં આવી રહી હોવાનો પોલીસનો (mehsana police) દાવો છે.

વિપુલ ચૌધરીના પુત્ર અને પત્ની વિરૂદ્ધ પણ ફરિયાદ

તમને જણાવી દઈએ કે, વિપુલ ચૌધરી સામે મહેસાણા એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ગેરરીતિના કેસમાં વિપુલ ચૌધરીના પુત્ર અને પત્ની વિરૂદ્ધ પણ એસીબીએ ફરિયાદ નોંધી છે. આ સમગ્ર કેસની તપાસ અમદાવાદ એસીબી કરશે. રાજ્ય સરકારે કેસની કાર્યવાહી માટે વિજય બારોટની ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂંક કરી છે.વિપુલ ચૌધરીને રિમાન્ડ માટે થોડીવારમાં મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Published on: Sep 16, 2022 01:19 PM