સુરતમાં જાહેરાત માટે ઉડાવાયુ ડ્રોન, પ્રતિબંધના ભંગ બદલ બેની ધરપકડ – જુઓ Video

સુરતમાં જાહેરાત માટે ઉડાવાયુ ડ્રોન, પ્રતિબંધના ભંગ બદલ બેની ધરપકડ – જુઓ Video

| Edited By: | Updated on: May 11, 2025 | 9:08 PM

સુરતમાં ડ્રોન ઉડાવવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. જો કે, સિંગણપોર વિસ્તારમાં ડ્રોન ઉડાડતા પોલીસ દોડતી થઈ હતી.

ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના પગલે સુરતમાં ડ્રોન ઉડાવવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. જો કે, સિંગણપોર વિસ્તારમાં આવેલા એક રેસ્ટોરેન્ટ દ્વારા જાહેરાત માટે આ નિયમનો ભંગ કરવામાં આવ્યો હતો. રેસ્ટોરન્ટના માલિકે ફોટોગ્રાફર સાથે મળીને ડ્રોન ઉડાવ્યો હતો, જેને પગલે પોલીસ દોડતી થઈ હતી.

પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા અને ધરપકડ કર્યા બાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, દેશવિરોધી તત્વો, આતંકીઓ કે અસામાજિક તત્વો ડ્રોનનો દુરુપયોગ કરી શકે છે, તેથી આવા કડક નિયંત્રણ જરૂરી છે.

તંત્રએ જાહેરાતના નામે આવા કૃત્યો ન કરવા માટે ચેતવણી આપી છે અને આગામી સમયમાં વધુ કડક પગલાં લેવાની ચીમકી આપી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો