આજનું હવામાન : ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, અનેક વિસ્તારોમાં ગુલાબી ઠંડી પડવાની સંભાવના, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, અનેક વિસ્તારોમાં ગુલાબી ઠંડી પડવાની સંભાવના, જુઓ Video

| Updated on: Mar 07, 2025 | 7:48 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે. આજે વહેલી સવારથી જ કેટલાક વિસ્તારમાં ગુલાબી ઠંડીનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે. આજે વહેલી સવારથી જ કેટલાક વિસ્તારમાં ગુલાબી ઠંડીનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ઠંડક આવે તેવી આગાહી કરવામાં આવી છે. પવનની દિશા ઉત્તર પશ્વિમથી ઉત્તરની થઈ હોવાથી ઠંડા પવન ફુંકાય તેવી આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલું રહેશે વાતાવરણ

ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં 30 ડિગ્રીથી વધારે મહત્તમ તાપમાન રહી શકે છે. અમદાવાદ, આણંદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ખેડા, મહેસાણા, નર્મદા,પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત તાપી, નવસારી, મોરબી, છોટાઉદેપુર, બોટાદ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ, કચ્છ, મહીસાગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.