આજનું હવામાન : ગુજરાતમાં પવનની દિશા બદલાતા બેવડી ઋતુની આગાહી, જાણો તમારા જિલ્લાનું વાતાવરણ, જુઓ Video

| Updated on: Feb 12, 2025 | 7:31 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી સંભાવના છે. પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી સંભાવના છે. પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય તેવી સંભાવના છે. ગરમ પવનો ફૂંકાવાની શરુઆત થતા તાપમાનમાં વધારો થઈ શકે છે. આગામી સાત દિવસ વાતાવરણ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન ?

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, નર્મદા, તાપી, સુરેન્દ્રનગર, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, કચ્છ, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમરેલી, ભરૂચ, ભાવનગર, બોટાદ સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.