વડોદરામાં ચોંકાવનારી ઘટના: જાણીતા પિત્ઝા આઉટલેટના પિત્ઝામાંથી નીકળ્યું જીવડું

વડોદરામાં ચોંકાવનારી ઘટના: જાણીતા પિત્ઝા આઉટલેટના પિત્ઝામાંથી નીકળ્યું જીવડું

| Updated on: Jul 05, 2026 | 9:15 PM

વડોદરામાં ડિલિવરી થયેલા પિત્ઝામાંથી જીવડું નીકળતાં ગ્રાહકે કાયદેસરની કાર્યવાહી કરી છે. આઉટલેટમાં જોવા મળેલી ભયંકર ગંદકી અને મેનેજરના લૂલા બચાવ બાદ પોલીસે કેવી રીતે સમાધાન કરાવ્યું તેની પૂરી વિગત વાંચો.

વડોદરા શહેરમાં ખાદ્યપદાર્થોમાં અસ્વચ્છતાનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેણે ફૂડ સેફ્ટી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. અહીં એક જાણીતા પિત્ઝા આઉટલેટ ડોમિનોઝમાંથી ડિલિવરી લેવામાં આવેલા પિત્ઝામાંથી જીવડું નીકળતાં ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકે આક્ષેપ કર્યો છે કે આખા આઉટલેટમાં મોટી સંખ્યામાં જીવાતો અને ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ ગંભીર બેદરકારી સામે ગ્રાહકે આઉટલેટમાં હોબાળો કર્યા બાદ મામલો છેક પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. નવાઈની વાત એ છે કે આટલી મોટી માત્રામાં જીવાતો હોવા છતાં આઉટલેટ મેનેજરે એવો લૂલો બચાવ કર્યો હતો કે વરસાદ વધુ હોવાને કારણે આ જીવાતો આવી ગઈ છે.

ગ્રાહકની ફરિયાદને પગલે પોલીસે આ મામલામાં મધ્યસ્થી કરી હતી. પોલીસે બંને પક્ષો વચ્ચે લાંબી વાતચીત કરાવીને આખરે આ મામલે સમાધાન કરાવ્યું હતું. સમાધાનના ભાગરૂપે ડોમિનોઝ પિઝા દ્વારા ગ્રાહકને તેમના ઓર્ડરની સંપૂર્ણ રકમ પરત (રિફંડ) કરવામાં આવી હતી. ભલે આ કિસ્સામાં પોલીસે સમાધાન કરાવી દીધું હોય, પરંતુ બ્રાન્ડેડ આઉટલેટ્સમાં જોવા મળતી આવી ગંદકી અને સ્વચ્છતાનો અભાવ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં સમાન છે.

Breaking News: અમદાવાદીઓ સાવધાન: સાંજે 7 થી 9 વાગ્યા વચ્ચે ભારે વરસાદની આગાહી, મનપા તંત્ર એલર્ટ

Follow Us