દિવાળીના તહેવારોમાં શું રાખશો ધ્યાન? મીઠાઇ અને ફરસાણની ખરીદીને લઈ ડોક્ટરોનું મંતવ્ય, જુઓ વીડિયો

|

Nov 12, 2023 | 6:38 PM

હાલમાં દિવાળીનો તહેવાર છે ત્યાતે લોકો મોટા ભાગે બહારની મીઠાઇ અને ફરસાણ ખાવાનું પસંદ કરતાં હોય છે. ત્યારે તહેવારોમાં આ તમામ બાબતો વચ્ચે શું ધ્યાન રાખશો તેને લઈને ડોક્ટરો દ્વારા વિવિધ સલાહ આપવામાં આવી છે. જેના દ્વારા આપણે દિવાળીની મજા માનતા સમયે બીમાર નહીં પાડીએ. બહારની મીઠાઇ કે નાસ્તા ખાવવાનું તળવા માટે ડોક્ટરો દ્વારા સલાહ આપવામાં આવી છે.

દિવાળીનો તહેવાર છે. લોકો તહેવારમાં રંગાઇ ગયા છે. તૈયારીઓ કરી રહ્યા છે. બહારથી મીઠાઇ અને ફરસાણ પણ ખરીદી રહ્યા છે. પરંતુ બહારથી જો મીઠાઇ અને ફરસાણ ખરીદતા હોય તો પહેલા તપાસ કરી લેજો. દિવાળીના સમયમાં બીમારી ઘર ન કરી જાય તે માટે ડૉક્ટર્સે કેટલીક સલાહ આપી છે.

ડૉક્ટર્સનું કહેવું છે કે, એક સમય હતો જ્યારે લોકો દિવાળીમાં ઘરે જ ફરસાણ અને મીઠાઇ બનાવતા હતા. જો કે, હવે સમયની કટોકટીના કારણે તમામ ચીજવસ્તુઓ બહારથી ખરીદવાનો ટ્રેન્ડ આવી ગયો છે. પરંતુુ બહાર ભેળસેળવાળી વસ્તુઓ બેફામ વેચાઇ રહી છે. જેથી લોકો પહેલાની જેમ ઘરે જ મીઠાઇ અને ફરસાણ બનાવે તેવી સલાહ ડૉક્ટર આપી રહ્યા છે.

આ પણ વાંચો : રાજકોટ વીડિયો :રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા છેતરાયા, ગઠીયાએ ભાજપના કાર્યકરની ઓળખ આપી ઠગ્યા

એટલું જ નહિં ફટાકડાનો ધૂમાડો શરીરમાં જાય તો તે પણ નુકસાનકારક છે, તેથી તે સમયે પણ સાવચેતી રાખવી જોઇએ. આ ઉપરાંત પ્રોટિન, વિટામિન પૂરું પાડતા ફ્રૂટ અને શાકભાજી ખાવા જોઇએ, તેથી રોગપ્રતિકારક શક્તિ સારી રહે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published On - 6:37 pm, Sun, 12 November 23

Next Video