રામ મંદિરની પ્રતિષ્ઠા થતા હિંમતનગરમાં પ્રસાદ વિતરણ, 1 લાખ પરિવારોના ઘરે પહોંચાડાશે

|

Jan 23, 2024 | 9:51 PM

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાતા દેશભરમાં દિવાળીથી પણ વધારે શાનદાર માહોલ સર્જાયો હતો. પ્રતિષ્ઠાના બીજા દિવસથી હવે પ્રસાદ વિતરણની શરુઆત અનેક વિસ્તારોમાં કરાઈ છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં દરેક ઘરે ઘરે રામ મંદિરના ઉત્સવને લઈ પ્રસાદ વિતરણ શરુ કરવામાં આવ્યુ છે. મંગળવારથી શરુ કરવામાં આવેલ પ્રસાદ દરેક હિન્દૂ ધર્મના ઘરે ઘરે પહોંચાડવામાં આવનાર છે.

હિંમતનગર તાલુકા અને શહેરમાં રામ મંદિર પ્રતિષ્ઠાને લઈ પ્રસાદનું વિતરણ શરુ કરવામાં આવ્યુ છે. હિંમતનગર તાલુકાના તમામ ગામ અને હિંમતનગર શહેરના દરેક હિન્દૂ પરિવારોના ઘરે ઘરે પ્રસાદનું વિતરણ શરુ કરવામાં આવ્યુ છે. હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, શામળાજી મંદિરના ટ્રસ્ટી સિદ્ધાર્થ પ્રફુલભાઈ પટેલ તથા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ પ્રસાદ વિતરણની શરુઆત કરાવી હતી.

આ પણ વાંચો: તલોદમાં વેપારીના ઘરમાં ધોળા દહાડે તસ્કરો ત્રાટક્યા, રોકડ અને દાગીનાની ચોરી

એક લાખ કરતા વધારે પરિવારોના ઘર સુધી પ્રસાદ વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે. જે મુજબ તાલુકા અને જિલ્લા પંચાયતના પદાધીકારીઓ અને ડેલીગેટ તથા હિંમતનગર નગર પાલિકાના મેયર અને કોર્પોરેટરો આ કાર્યમાં જોડાયા હતા. ભાજપ સંગઠનના હોદ્દેદારોએ પ્રસાદ વિતરણ કરવાના પૂણ્યના કાર્યને ઉપાડી લઈ હાથ ધર્યુ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 7:51 pm, Tue, 23 January 24

Next Video