સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ જુનાગઢ કોંગ્રેસમાં વિખવાદ, કાર્યાલય મંત્રી મનસુખ ડોબરિયાએ ધર્યુ રાજીનામુ- Video

|

Jan 28, 2025 | 7:34 PM

જુનાગઢ મનપાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં વિખવાદ સામે આવ્યો છે. કોંગ્રેસ કાર્યાલય મંત્રી મનસુખ ડોબરિયાએ રાજીનામુ આપ્યુ છએ. કાર્યાલયમાં કોઈ હાજર ન હોવાથી ટેબલ પર રાજીનામુ મુકી દીધુ છે. ટિકિટ ફાળવણી પહેલા જ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. જો કે ચૂંટણીની જાહેરાત થતા જ જુનાગઢમાં રાજકીય સળવળાટ શરૂ થયો છે. આગામી 16 ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાઓમાં મતદાન યોજાવાનું છે. ત્યારે કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી પહેલા જ આંતરિક વિખવાદ જોવા મળ્યો છે. કોંગ્રેસના કાર્યાલય મંત્રી મનસુખ ડોબરિયાએ રાજીનામુ ધરી દીધુ છે. કાર્યાલય પર કોઈ હાજર ન હોવાથી ટેબલ પર તેમણે રાજીનામુ મુક્યુ હતુ. જુનાગઢ શહેરમાં સૌથી સક્રિય કાર્યકર્તાઓમાંથી એક મનસુખ ડોબરિયાનું નામ આવે છે. પાર્ટીમાં સતત અવગણનાને કારણે રાજીનામુ આપ્યુ હોવાનું ડોબરિયાએ જણાવ્યુ છે. જો કે ભાજપમાં સામેલ થવા અંગે તેમણે જણાવ્યુ કે આગળ ક્યા પક્ષમાં સામેલ થવુ તેનો નિર્ણય હજુ સુધી કર્યો નથી.

જુનાગઢ મહાનગર પાલિકાની વાત કરીએ તો તેમાં 15 વોર્ડ છે. જેમાં 60 સભ્યો ચૂંટણી લડેશે. જૂનાગઢ શહેરની સૌથી મોટી સમસ્યા છે રેલવે ફાટક, શહેરને ફાટક મૂક્ત કરી ઓવરબ્રિજ બનાવવાની વાત તો થઇ હતી પરંતુ ઓવરબ્રિજ બન્યો નથી. આવા કેટલાક પૂરા થયેલા કામ અને અધુરા વાયદાને જુનાગઢની જનતા મૂલવશે. શહેરના કેટલાક નગરસેવકો તો એવા છે જે વોર્ડમાં જાય તો પણ લોકો તેમને ઓળખતા નથી. ત્યારે જનસંપર્ક ગુમાવી બેઠેલા નેતા નારાજગીનો શિકાર બની શકે તેમ છે.

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?
પ્રિયંકા ચોપરાએ પિતાની બાઇકથી લઈને પ્રથમ મોડેલિંગ શૂટના ફોટો શેર કર્યા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો