વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી 2022 (Assembly Election 2022) પહેલા કોંગ્રેસમાં ધોવાણની સીઝન શરુ થઇ ગઇ છે. કોંગ્રેસ (Congress) પ્રવક્તા જયરાજસિંહના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા (Dinesh Sharma)એ પણ રાજીનામુ આપ્યુ છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખી દિનેશ શર્માએ રાજીનામુ આપ્યુ છે.
AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યુ છે. દિનેશ શર્મા કોંગ્રેસની કાર્ય પ્રણાલીથી નારાજ હતા. 21મી ફેબ્રુઆરીએ પ્રિયંકા ગાંધીને ટેગ કરી તેમણે નારાજગી પણ વ્યક્ત કરી હતી.
मुजसे ना हो सकेगा हाकीम का एहेतराम,
मेरी जुबां के वास्ते ताले खरीद लो !@RahulGandhi @priyankagandhi @DixitGujarat @tv9gujarati @GSTV_NEWS @pranavpatel1424 @VtvGujarati @HIRENRAJYAGURU6 @sandeshnews @MantavyaMedia— Dinesh Sharma (@DineshsharmaGuj) February 21, 2022
દિનેશ શર્માએ રાજીનામું આપતા લખ્યુ કે રાજકીય નુકસાનને સ્વમાનના ભોગે સહન ન કરી શકુ, પક્ષને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. સંગઠનને મજબૂત કરવા કરેલા સૂચનો પર ધ્યાન ન અપાયું. પરિણામ ન મળતા પક્ષને અલવિદા કહેવાનો છેલ્લો વિકલ્પ હતો.
મહત્વનું છે કે જયરાજસિંહ પરમાર પણ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા તરીકે રાજીનામુ આપ્યા બાદ ગઇકાલે ભાજપમાં સામેલ થયા છે. તેમની સાથે તેમના સમર્થકોએ પણ ભાજપમાં જોડાયા છે. આ સિવાય મહેસાણાના ખેરાલુના કેટલાક કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો પણ ભાજપમાં સામેલ થયા છે. હવે દિનેશ શર્માએ પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા તેમના પણ ભાજપમાં સામેલ થવાની અટકળો તેજ થવા લાગી છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
Published On - 10:15 am, Wed, 23 February 22