Kheda Video : રતનપુર ગામમાં 200 કરતાં વધારે ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું, 1 દર્દીનું મોત

|

Jun 18, 2024 | 3:51 PM

ખેડામાં રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. ખેડાના માતર તાલુકાના રતનપુર ગામમાં ઝાડા - ઉલ્ટીના કેસમાં વધારો થયો છે. ખેડામાં 200 કરતાં વધારે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે.

ખેડામાં રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. ખેડાના માતર તાલુકાના રતનપુર ગામમાં ઝાડા – ઉલ્ટીના કેસમાં વધારો થયો છે. ખેડામાં 200 કરતાં વધારે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. ઝાડા ઉલ્ટી અને હાઇપર ટેન્શનથી 1 દર્દીનું મોત થયુ છે. ખેડાની સિવિલ હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો. ગામમાં આરોગ્ય વિભાગની 11 ટીમોએ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.આરોગ્ય વિભાગના મતે ગામમાં દુષિત પાણી પીવાથી રોગચાળો ફેલાયો હોવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

બનાસકાંઠામાં રોગચાળો વકર્યો

બીજી તરફ બનાસકાંઠાના પાલનપુરમાં છેલ્લા 10 દિવસથી કોટ વિસ્તાર રોગચાળાના અજગર ભરડામાં છે. આરોગ્ય વિભાગની તપાસમાં નવો ખુલાસો થયો હતો.રોગચાળો પાણીથી નહીં પરંતુ ખોરાકથી ફેલાયો હોવાનું અનુમાન લગાવ્યુ છે. કારણ કે આરોગ્ય વિભાગે પાણીના 27 સેમ્પલ લીધા જે તમામ નેગેટિવ આવ્યા. છેલ્લા 10 દિવસમાં 300થી વઘારે લોકો બીમાર પડ્યા હતા.જ્યારે 4 લોકોના મોત થયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video