SURAT : સુરત નજીક સચિન વિસ્તારમાં DRIએ સર્ચ ઓપરેશન પાર પાડ્યું છે.સર્ચ દરમિયાન 1 હજાર 16 કરોડના આયાત-નિકાસ કૌભાંડનો પર્દાફાશ થયો છે.DRIએ કારોલીના ટ્રેડિંગના ડિરેક્ટર રાકેશ રામપુરીયા, સાગર શાહ અને વિકાસ ચોપરાની ધરપકડ કરી છે.એટલું જ નહીં અગાઉ 1.34 કરોડના ડાયમંડ સાથે ઝડપાયેલા આરોપી પાસેથી ચોંકાવનારી હકીકત બહાર આવી છે.જે મુજબ નેચરલ ડાયમંડને બદલે સિન્થેટિક ડાયમંડ મોકલી સરકારને કરોડો રૂપિયાનો ચુનો લગાવ્યો હોવાનો ખુલાસો થયો છે.
સુરતમાં આ અગું પણ આવું જ હવાલા કૌભાંડ સામે આવ્યું હતું. DRIને માહિતી મળી હતી કે સુરતના સચિનમાં આવેલા SEZમાં એક ડાયમંડ વેપારી ઓરીજીનલ ડાયમંડને બદલે સિન્થેટિક ડાયમંડનો વેપાર કરતો હતો. માહિતીને આધારે DRIએ તપાસ કરતા આ વેપારીએ હોંગકોંગમાં હવાલા દ્વારા 1000 કરોડના ડાયમંડ મોકલવામાં આવ્યાં હતા.
આ ઉપરાંત 16 કરોડના ડાયમંડ લોકલ માર્કેટમાં વેચ્યા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
DRIએ આ સમગ્ર કૌભાંડમાં સામેલ ત્રણ લોકો રાકેશ રામપુરીયા, સાગર શાહ અને વિકાસ ચોપરાની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે. આરોપીઓએ અત્યાર સુધી કઈ કઈ જગ્યાએ અને કેટલી રકમના વ્યવહારો કર્યા છે આ તમામ બાબતો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાતની વધુ એક સિદ્ધી : દેશમાં ટોચના 12 નિકાસકાર જિલ્લાઓમાં ગુજરાતના 6 જિલ્લાનો સમાવેશ
આ પણ વાંચો : OMICRON : ગુજરાતના પ્રથમ ઓમિક્રોન વેરીએન્ટ સંક્રમિત દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવ્યો
Published On - 11:43 am, Tue, 14 December 21