Botad: હીરા દલાલનું અપહરણના ગુનાનો ભેદ ઉકેલાયો, 4 આરોપીની ધરપકડ, જુઓ Video

|

Aug 07, 2023 | 8:37 AM

સુરતમાં થયેલા બોટાદના હીરા દલાલના અપહરણનાં ગુનાનો ભેદ ઉકેલાયો છે. અપહરણ કરનાર ચાર આરોપીઓ બોટાદ LCBના સકંજામાં આવી ગયા છે. બનાવની વાત કરીએ તો ગત 1 ઓગસ્ટના રોજ સુરતના ડભોલી બ્રિજ પાસેથી બોટાદના હીરાના દલાલનું અપહરણ થયું હતું.

Botad : સુરતમાં થયેલા બોટાદના હીરા દલાલના અપહરણના ગુનાનો ભેદ ઉકેલાયો છે. અપહરણ કરનાર ચાર આરોપીઓ બોટાદ LCBના સકંજામાં આવી ગયા છે. બનાવની વાત કરીએ તો ગત 1 ઓગસ્ટના રોજ સુરતના ડભોલી બ્રિજ પાસેથી બોટાદના હીરાના દલાલનું અપહરણ થયું હતું. ચાર શખ્સોએ હીરાની લેતીદેતીમાં જૂની અદાવતનો ખાર રાખી અપહરણ કર્યું હતું. જેમાં બોટાદ એલસીબીએ આરોપીઓને પકડવા વોચ ગોઠવી હતી.

આ પણ વાંચો : Botad: રાણપુરના ઉમરાળા ગામે વરસાદે સર્જી તારાજી, ગોમા નદી પર આવેલો ચેકડેમ તૂટ્યો- જુઓ Video

ત્યારે કારમાં અપહરણ કરીને બોટાદ લાવતા સમયે અપહરણ કર્તાઓને સમઢિયાળા પાસેથી LCBએ ઝડપી પાડ્યા હતા અને હીરા દલાલને છોડાવ્યો હતો. પોલીસે અપહરણ કર્તા આરોપી વિનોદ ઉર્ફે વિનું જામફળિયા, મેહુલ કણઝરીયા, વિકાસ કણઝરીયા અને કલ્પેશ ધારીયાની ધરપકડ કરી છે. અપહરણમાં વપરાયેલી કાર સહિત 2.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ બોટાદ LCBએ આરોપીઓને સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

બોટાદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video