Mahashivratri 2024: પ્રથમ જ્યોર્તિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર, જુઓ Video

|

Mar 08, 2024 | 9:25 AM

આજે મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે, ત્યારે ભાવિકોના ઘોડાપૂરને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક મહાશિવરાત્રીની જેમ સવારે 4:00 વાગ્યે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે.વહેલી સવારથી જ ભક્તોની ભીડ મંદિરમાં જોવા મળી રહી છે.

આજે દેવોના દેવ મહાદેવનો પાવન પર્વ મહાશિવરાત્રિ છે. જે નિમિત્તે પ્રથમ જ્યોર્તિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરાઈ રહી છે. જેમાં અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ વચ્ચે મહાશિવરાત્રિ પર સોમનાથ મંદિરના દ્વાર 42 કલાક ખુલ્લા રહેશે. જેમાં અલગ અલગ રાત્રિના ચાર પ્રહારની મહાઆરતીઓ પર કરવામાં આવશે.

ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

આજે મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે, ત્યારે ભાવિકોના ઘોડાપૂરને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક મહાશિવરાત્રીની જેમ સવારે 4:00 વાગ્યે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે.વહેલી સવારથી જ ભક્તોની ભીડ મંદિરમાં જોવા મળી રહી છે.

સોમનાથ મંદિરમાં વિશેષ કાર્યક્રમો

સોમનાથ મંદિરમાં વિશેષ દિવસના સંપૂર્ણ કાર્યક્રમની વાત કરીએ તો સવારે 7 વાગ્યે પ્રાત: આરતી, જે બાદ શ્રી સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સવારે 7.30થી યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. સવારે 8.30 વાગ્યે ધ્વજ પુજા અને ધ્વજારોહણનો કાર્યક્રમ, સવારે 9:30 વાગ્યે મંદીર પરિસરમાં સોમનાથ મહાદેવની પાલખી યાત્રા યોજાશે.

સવારે 11 કલાકે મધ્યાહન પૂજા અને બપોરે 12 કલાકે મધ્યાહન આરતી કરાશે. જે બાદ બપોરે 1.30થી 2.30 વાગ્યા સુધી વિશેષ બિલ્વ પૂજા, બપોરે 3 વાગ્યાથી મહામૃત્યુંજય યજ્ઞ શરૂ થશે. સાંજે 4 વાગ્યાથી મહાદેવને વિશેષ શિવરાત્રિ શૃંગાર કરાશે. સાંજે 7 વાગ્યે સાંજની આરતી કરાશે. જે બાદ દર વર્ષની પરંપરા મુજબ રાત્રિ પર ચાર પ્રહરની મહાપૂજા અને મહા આરતીનું પણ આયોજન કરાયું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video