દ્વારકામાં કોરોનાના નિયમો ભુલાયા, યાત્રિકોનુ ઘોડાપુર ઉમટ્યું

|

Jan 01, 2022 | 3:08 PM

દ્વારકાના મુખ્ય બજારોમાં ચિંતાજનક દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ તેમજ માસ્ક વગર મોટી સંખ્યામાં યાત્રિકોની ભીડ જોવા મળી હતી.

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે તેમ છતાં અનેક ધાર્મિક સ્થળોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં નવા વર્ષના પહેલા દિવસે જ દ્વારકામાં(Dwarka)યાત્રિકોનુ ઘોડાપુર ઉમટ્યું હતું.

જો કે આ દરમ્યાન યાત્રિકોની વ્યવસ્થા અને કોરોના ગાઇડલાઇનના(Corona Guidelines)પાલન કરાવવા માટે તંત્રએ કોઇ વ્યવસ્થા કરી ન હતી. તેમજ હાલમાં કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે યાત્રિકો પાસેથી નિયમોનુ પાલન કરાવવુ જરૂરી બન્યું છે.

જો કે આ ઉપરાંત દ્વારકાના મુખ્ય બજારોમાં ચિંતાજનક દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ તેમજ માસ્ક વગર મોટી સંખ્યામાં યાત્રિકોની ભીડ જોવા મળી હતી.

મહત્વનું છે કે હાલ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે ઉમટી પડ્યા છે. જો કે ફેરી સર્વિસ બંધ હોવાના કારણે તેઓ બેટ દ્વારકાના દર્શન નથી કરી શક્યા. જોકે ઓખા જેટી પર મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો.

દ્વારકામાં ભારે પવન સાથે દરિયો તોફાની બન્યો હોવાથી ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી સેવા બંધ કરાઈ છે. દરિયામાં કરંટ અને પવન હોવાથી ફેરી બોટ સર્વિસ બંધ કરાતા યાત્રિકોની બેટ-દ્વારકા યાત્રા અધૂરી રહી છે..ધ્વજારોહણનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યા છે.

યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી મેરીટાઇમ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો : Gandhinagar: ઉપવાસ પર બેસતા પહેલા જ માલધારી સમાજના પ્રતિનિધીઓની અટકાયત, જાણો શું હતી તેમની માગણીઓ

આ પણ વાંચો : સુરતમાં એસીબીએ બે પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ વ્યકિત વિરુદ્ધ લાંચની ફરિયાદ નોંધી

Next Video