Kheda : દ્વારકા બાદ પવિત્ર યાત્રાધામ ડાકોર (Dakor) જન્માષ્ટમી (Janmashtami) પર્વના રંગમાં રંગાયું છે. વહેલી સવારની મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો (Devotees) ઊમટી પડયા છે. વહેલી સવારે ડાકોરમાં ‘જય રણછોડ માખણચોર’, ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી’ ના નારા સાથે મંગળા આરતીની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો- Banaskantha : વડગામમાં જુગારધામ પર દરોડા, પોલીસથી બચવા જતા યુવકે ગુમાવ્યો જીવ, જુઓ Video
ડાકોર મંદિરમાં વિવિધ ભજન મંડળીઓ કૃષ્ણના ભજનોની રમઝટ બોલાવી રહ્યા છે. કાળિયા ઠાકોરને વિવિધ શણગારથી સજાવવામાં આવ્યા છે અને મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. રાત્રે સોના-ચાંદીના પારણે ઝુલાવી ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે. રાત્રે કૃષ્ણ જન્મ સમયે રણછોડરાયજીને તિલક કરાશે તેમજ તિલક બાદ ભગવાનને પંચામૃત સ્નાન કરવામાં આવશે.
ભગવાનને વર્ષો જૂનો સોનાનો મુગટ ધારણ કરાવાશે.
ડાકોર મંદિરમાં ભક્તોને અગવડ ન પડે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આવતી કાલે સવારે 4 કલાક સુધી દર્શનાર્થી માટે મંદિર ખુલ્લું રહેશે. મહત્વનું છે કે સવારથી અત્યાર સુધી 50 હજારથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે.