Janmashtmi 2022 : ડાકોરમાં જન્માષ્ટમી ઉત્સવને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ

Janmashtmi 2022 : ડાકોરમાં જન્માષ્ટમી ઉત્સવને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ

| Edited By: | Updated on: Aug 19, 2022 | 9:35 PM

ડાકોરમાં આજે જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે.. ડાકોરના ઠાકોરજીની એક ઝલક માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે.. ગોમતી ઘાટ અને રણછોડરાય મંદિર "જય રણછોડ.. માખણચોર"ના નાદથી ગુંજી ઉઠ્યું છે

ડાકોરમાં(Dakor) આજે જન્માષ્ટમીની (Janmashtmi 2022)  રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે.. ડાકોરના ઠાકોરજીની એક ઝલક માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. ગોમતી ઘાટ અને રણછોડરાય મંદિર “જય રણછોડ.. માખણચોર”ના નાદથી ગુંજી ઉઠ્યું છે.. જગતના નાથના દર્શન કરીને સૌ કોઈ ધન્યતા અનુભવી રહ્યા છે.. ડાકોર મંદિરના આજના કાર્યક્રમની વાત કરીએ તો સવારે 6:30 કલાકે નીજ મંદિર ખોલવામાં આવ્યું હતું.. અને સવારે 6:45 કલાકે મંગળા આરતી ઉતારવામાં આવી હતી.

ડાકોર મંદિરને જન્માષ્ટમી નિમિત્તે સજાવવામાં આવ્યુ છે. કૃષ્ણ જન્મને વધાવવા ભક્તોમાં આતુરતા જોવા મળી રહી છે. તેમજ ભક્તો દ્વારા જન્માષ્ટમી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ભક્તો ઉત્સાહ આવીને ગરબે ઝૂમતા પણ નજરે પડ્યા છે.

ડાકોર મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

ડાકોરમાં આજે જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ડાકોરના ઠાકોરજીની એક ઝલક માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. ગોમતી ઘાટ અને રણછોડરાય મંદિર “જય રણછોડ. માખણચોર”ના નાદથી ગુંજી ઉઠ્યું છે. જગતના નાથના દર્શન કરીને સૌ કોઈ ધન્યતા અનુભવી રહ્યા છે. ડાકોર મંદિરના આજના કાર્યક્રમની વાત કરીએ તો સવારે 6:30 કલાકે નીજ મંદિર ખોલવામાં આવ્યું હતું અને સવારે 6:45 કલાકે મંગળા આરતી ઉતારવામાં આવી હતી. નિત્યક્રમ અનુસાર ઠાકોરજીને ભોગ પ્રસાદ કરવામાં આવ્યો અને સેવા પૂજા કરવામાં આવી. બપોરે 1 કલાકે ઠાકોરજી પોઢી જશે. એક વાગ્યા બાદ ભક્તો માટે દર્શન તથા મંદિર પ્રવેશ બંધ રહેશે

Published on: Aug 19, 2022 09:34 PM