પાલનપુર શહેરના વિકાસ માટે નવો નક્શો તૈયાર કરવામાં આવ્યો છે. શહેરના વિકાસ માટે થઈને આગામી 20 વર્ષનુ પ્લાનીંગ કરવામાં આવ્યુ છે. પરંતુ તૈયાર કરવામાં આવેલો નક્શો વિવાદે ચડ્યો છે. નગરપાલિકા અને પાલનપુર વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલ નક્શાને લઈ વિવાદ શરુ થયો છે. આ માટે 140 જેટલા વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે. વાંધાઓને રજૂ કરીને વિકાસને ઝડપી અને નક્શામાં સુધારાઓ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.
મુખ્ય મથક પાલનપુર શહેરની સુવિધાઓને જોઈને આ નવો નક્શો તૈયાર કરવામાં આવ્યો નથી એવો આક્ષેપ થવા લાગ્યો છે. 10ને બદલે 20 વર્ષના વિકાસની રુપરેખા તૈયાર કરીને નક્શો તૈયાર કરવામાં આવ્યો છે. નિયમાનુસાર આ પ્લાનીંગ 10 વર્ષ મુજબ હોય તેના બદલે 20 વર્ષ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ગટર અને ફાયર જેવી મહત્વની સુવિધાઓને લઈ યોગ્ય નહીં હોવાના સવાલો થઈ રહ્યા છે. રસ્તાઓ પણ નવા સાંકડા દર્શાવ્યા છે. જેને લઈ ટ્રાફિકની સમસ્યા ઘટવાને લઈ વધી જશે. વર્ષ 2005માં આ નક્શાને તૈયારીની મંજૂરી અપાઈ હતી, જે 2015 સુધી માટે હતી. જેના બદલે હવે 2043 સુધી આ નક્શા મુજબ વિકાસની ગતિ ચાલશે.
Published On - 3:11 pm, Sat, 12 August 23