દેવભૂમિ દ્વારકા વીડિયો : શિવરાજપુર બીચ ખાતે પેરાસેલિંગની મજા બની સજા, જમીનદોસ્ત થતા યુવક થયો ઈજાગ્રસ્ત

દેવભૂમિ દ્વારકા વીડિયો : શિવરાજપુર બીચ ખાતે પેરાસેલિંગની મજા બની સજા, જમીનદોસ્ત થતા યુવક થયો ઈજાગ્રસ્ત

| Updated on: Nov 25, 2023 | 7:24 AM

દેવભૂમિ દ્વારકામાંથી તાજેતરમાં જ એક એવો વીડિયો સામે આવ્યો છે. જેમાં પેરાસેલિંગની મજા લેતો એક યુવક નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.પેરાશૂટનું દોરડું ગાડીની પાછળ બાંધેલું હતું. પેરાસેલિંગ માટે યુવક તૈયાર થયો.અને જેવું પેરાશૂટ જમીનથી થોડું ઉપર ઉઠ્યું અને ત્યારે જ કંઈક થયું કે યુવક નીચે પટકાયો.

દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ પર જતા હોય અને જો ત્યાં પેરાસેલિંગની મજા માણવાના હોય તો ચેતી જજો. કારણ કે આ મજા તમારા માટે સજા પણ સાબિત થઈ શકે તેવી સ્થિતિ છે. દેવભૂમિ દ્વારકામાંથી તાજેતરમાં જ એક એવો વીડિયો સામે આવ્યો છે. જેમાં પેરાસેલિંગની મજા લેતો એક યુવક નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. પેરાશૂટનું દોરડું ગાડીની પાછળ બાંધેલું હતું.

પેરાસેલિંગ માટે યુવક તૈયાર થયો.અને જેવું પેરાશૂટ જમીનથી થોડું ઉપર ઉઠ્યું અને ત્યારે જ કંઈક થયું. જે પેરાશૂટ હવામાં ઉડવું જોઈતું હતું, તે યોગ્ય રીતે ઉડ્યું નહીં અને પેરાસેલિંગની મજા માણતો યુવક જમીનદોસ્ત થયો અને ઈજાગ્રસ્ત થયો. બીચ પર સર્જાયેલા આ અકસ્માતનો વીડિયો મોબાઈલના કેમેરામાં કેદ થયો હતો અને હવે વાયરલ થઈ રહ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો