Devbhumi Dwarka : ખંભાળિયામાં 2 કલાકમાં સાંબેલાધારે વરસ્યો સાડા ચાર ઈંચ વરસાદ, જુઓ વીડિયો

|

Jul 01, 2024 | 9:23 AM

બે કલાકમાં વરસેલા સાડા ચાર ઈંચ વરસાદને પગલે, ખંભાળિયા પાણી પાણી થઈ ગયું છે. ખંભાળિયામાં ખબકેલા ધોધમાર વરસાદના કારણે તેલી નદીમાં પૂર આવ્યું હતું. ધોધમાર વરસાદથી ખંભાળિયાના મુખ્ય માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. ઠેર ઠેર ધસમસતા પાણી જોવા મળ્યા હતા.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ચોમાસુ જામ્યુ છે. વિતેલા 24 કલાકમાં રાજ્યના 214 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણા તાલુકામાં નોંધાયો છે. તો આજે પણ વરસાદે તેની તોફાની બેટિંગ યથાવત રાખી છે. આજે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સાંબેલાધારે વરસાદ વરસ્યો છે. સવારના 6થી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

બે કલાકમાં વરસેલા સાડા ચાર ઈંચ વરસાદને પગલે, ખંભાળિયા પાણી પાણી થઈ ગયું છે. ખંભાળિયામાં ખબકેલા ધોધમાર વરસાદના કારણે તેલી નદીમાં પૂર આવ્યું હતું. ધોધમાર વરસાદથી ખંભાળિયાના મુખ્ય માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. ઠેર ઠેર ધસમસતા પાણી જોવા મળ્યા હતા.  ખંભાળિયાના નગરગેટ, જોધપુરગેટ, સોનીબજાર સહિતના માર્ગોપર વરસાદી પાણી ફરી ફળ્યા હતા. ખંભાળિયાની સાથેસાથે ગ્રામ્ય પંથકમાં પણ સારો વરસાદ નોંધાયો છે.

 

 

 

Published On - 9:20 am, Mon, 1 July 24

Next Video