Gujarati Video : દેવભૂમિ દ્વારકામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસે તપાસ હાથ ધરી
એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી સર્જાતાં સમગ્ર પથકમાં ભયનો માહોલ છે. સમગ્ર મામલે ભાણવડ પોલીસે તપાસ હાથ ધરી છે. જુની અદાવતમાં મારામારી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે.
Devbhumi Dwarka : ભાણવડના (Bhanvad) સેવક દેવળીયામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. હથિયારો વડે કેટલાક લોકો વચ્ચે મારામારી થતા 6થી 7 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.
આ પણ વાંચો Dwarka: પુરુષોતમ માસમાં પુરુષોતમજી મંદિરમાં વિશેષ સેવા પુજા
આ ઉપરાંત 3 લોકોને ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. જુની અદાવતમાં મારામારી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી સર્જાતાં સમગ્ર પથકમાં ભયનો માહોલ છે. સમગ્ર મામલે ભાણવડ પોલીસે તપાસ હાથ ધરી છે.
દ્વારકાના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos