દેવભૂમિ દ્વારકા : 22 વર્ષીય દલિત યુવકની હત્યાના કેસમાં ઘટનાનું કર્યુ રિકન્સ્ટ્રક્શન, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 09, 2023 | 10:00 AM

દેવભૂમિ દ્વારકામાં 22 વર્ષીય દલિત યુવકની હત્યાના આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. પોલીસે આરોપી જેસલ ગઢવીના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે પોલીસે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. મહત્વનું છે કે હાર્દિક બારૈયા નામના યુવકની આરોપીની પુત્રી સાથે મિત્રતા હતી.

રાજ્યમાં અવારનવાર હત્યાની ઘટના સામે આવી છે. દેવભૂમિ દ્વારકામાં 22 વર્ષીય દલિત યુવકની હત્યાના આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. પોલીસે આરોપી જેસલ ગઢવીના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે પોલીસે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

મહત્વનું છે કે હાર્દિક બારૈયા નામના યુવકની આરોપીની પુત્રી સાથે મિત્રતા હતી.જેની જાણ યુવતીના પિતા જેસલ ગઢવીને થતા હાર્દિકને રસ્તામાં રોક્યો હતો અને તેના પર હુમલો કર્યો હતો. આરોપી જેસલ ગઢવીએ યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા જામનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. હાલ પોલીસે આરોપી જેસલ ગઢવીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો