દેવભૂમિ દ્વારકા વીડિયો : દ્વારકાના અનેક વિસ્તારોમાં ગટરનું સામ્રાજ્ય, પાલિકા તંત્ર નિષ્ક્રિય, જનતામાં આક્રોશ

| Edited By: | Updated on: Nov 02, 2023 | 11:22 AM

દ્વારકાના કેટલાક વિસ્તારોમાં ગંદા પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યુ છે.તો દ્વારકાના સ્વામિનારાયણ મંદિર રોડ, શાક માર્કેટ રોડ અને ગોમતી રોડ પર ફરી ગંદા પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યુ છે. રોડ પર વારંવાર ગટર ઉભરાવાનો પ્રશ્ન યથાવત રહેતા પ્રવાસીઓ, સ્થાનિકોને ભારે હાલાકીનું સામનો કરવાનો વારો આવ્યો છે.અનેક વખતે સ્થાનિકોઓ પાલિકામાં રજૂઆત કરતા તંત્ર કોઈ જ કામગીરી કરવામાં આવી નથી.

તો બીજી તરફ આ અગાઉ સોમનાથ ચોપાટીમાં પ્રભાસ પાટણ આખા શહેરનું ગટર નું ગંદૂપાણી ઠલવાય રહ્યું છે. જાણે નાની સુની નદી સમૂ વહેણ ભારે ગંદકી અને દુર્ગંધ સાથે ચોપાટીમાં મળી હતી.

ચોપાટી પર દરિયામાં ન જવા કલેકટરનું જાહેરનામું પણ બહાર પડેલું હોય આમ છતાં ભારે માત્રામાં યાત્રિકો પરિવાર સાથે દરિયાના મોજા માણવાનું ચૂકતા નથી. ત્યારે બિચારા અજાણ્યા યાત્રિકોને ક્યાં ખબર હોય છે કે જે પાણીમાં તે મોજ માણી રહ્યા છે તે તો પ્રભાસ પાટણ શહેરની ગટરના પાણી સાથે જોડાયેલું પાણી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 02, 2023 10:57 AM