Devbhoomi Dwarka: ધસમસતા પાણીમાં તણાઈ કાર, જુઓ કારનો વીડિયો

|

Jul 07, 2022 | 6:47 PM

દ્વારકા (Devbhoomi dwarka) જિલ્લામાં નાના ભાવડા ગામે પુલ ઉપરથી પસાર થતી કાર ધસમસતા પાણીમાં તણાઈ હતી. આ જોઇને કાંઠે ઉભેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે સદનસીબે કારમાં સવાર 3 વ્યક્તિઓને ફાયરની ટીમે બચાવી લીધા હતા.

ગુજરાતમાં ભારે વરસાદ(Rain)ની આગાહી દરમિયાન ગીર સોમનાથ અને દ્વારકા, જૂનાગઢ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે દ્વારકા (Devbhoomi dwarka)જિલ્લામાં નાના ભાવડા ગામે પુલ ઉપરથી પસાર થતી કાર ધસમસતા પાણીમાં તણાઈ હતી. આ જોઇને કાંઠે ઉભેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે સદનસીબે કારમાં સવાર 3 વ્યક્તિઓને ફાયરની ટીમે બચાવી લીધા હતા. ત્રણેય વ્યક્તિઓ દ્વારકાના સ્થાનિક રહેવાસી જ હતા. આ લોકોને બચાવવા માટે ફાયર, નગર પાલિકા તેમજ પોલીસની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

દેવભૂમિદ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. કલ્યાણપુર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ યથાવત્ છે. માગરિયા, ગઢકા, હરિપર, સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે. બે દિવસથી અતિભારે વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાઈ ગયા છે. સાની નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.

પાણીના ધસમસતા પ્રવાહમાં યુવક તણાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ખંભાળિયાના બઈ ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં યુવક તણાયો હતો. બઈ ગામે પસાર થતાં કોઝ-વે પરથી યુવક તણાયો હતો. ત્યારે તણાયેલા યુવકનું સ્થાનિકોએ દોરડા વડે કર્યું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકામાં જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેવભૂમિ દ્વારકામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ (Orange alert) અપાયું છે. ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. જિલ્લા કલેક્ટરે અધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

તેમણે જણાવ્યું કે, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા તંત્રને સૂચના અપાઈ છે. તો વરસાદની ગંભીર પરિસ્થિતિ બાબતે હેલ્પ લાઈન શરૂ કરાઈ છે. નાગરિકોને ફોન નંબર 02833232215 તેમજ ટોલ ફ્રી 1077 તથા 7859923844 પર જાણ કરવા જણાવાયું છે. નીચાણવાળા વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમજ ભયજનક રોડ પર બેરિકેડ મૂકવા આદેશ કરાયા છે.

Next Video