Surat: 150 કરોડની GST ચોરી મુદ્દે એક મહિલાની અટકાયત, મહિલાના ઘરમાંથી કરોડો રૂપિયા મળ્યા

|

Feb 12, 2022 | 7:14 AM

મુંબઇ વિભાગનાં અધિકારીઓએ પોલીસને સાથે રાખીને સુરતના સિટી લાઇટ વિસ્તારના ભગવતી આશિષ સોસાયટી વિભાગ-1 કોમ્પલેક્સના પહેલા માળે 101 માં દરોડા પાડ્યા હતા. આ કોમ્પલેક્સમાં ત્રણ મહિના પહેલા જ રહેવા આવેલી મહિલાએ મુંબઇ ખાતે દોઢસો કરોડનોની જીએસટીની ચોરી કરી છે.

સુરત (Surat)શહેરમાં 150 કરોડની જીએસટી ચોરી (GST evasion)ને લઇ તપાસ કરવામાં આવી. GST ચોરીને લઇ તપાસ માટે મુંબઇ GST કમિશન (Mumbai GST Commission)ની ટીમે મોટી તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન 150 કરોડની GST ચોરી મુદ્દે એક મહિલાની અટકાયત કરવામાં આવી છે. મહિલા વિરુદ્ધમાં મહારાષ્ટ્રમાં જીએસટી ચોરીનો આરોપ છે. હાલ મહિલાને મુંબઇ લઇ જવામાં આવી છે.

સુરતમાં  આ મહિલા ત્રણ મહિના અગાઉ જ મુંબઇથી પતિ સાથે ભાગીને આવી હતી. જીએસટીના અધિકારીઓએ મહિલાના ઘરમાંથી લાખો-કરોડો રૂપિયાની રોકડ સાથે ઝડપી લીધી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો કે હજી સુધી આ અંગે કોઇ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી. પૂછપરછ દરમિયાન મહિલાની તબીયત લથડતા તેને હિંદુજા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઇ છે.

ગુરૂવારે મોડી રાત્રે જ મુંબઇ વિભાગનાં અધિકારીઓએ પોલીસને સાથે રાખીને સુરતના સિટી લાઇટ વિસ્તારના ભગવતી આશિષ સોસાયટી વિભાગ-1 કોમ્પલેક્સના પહેલા માળે 101 માં દરોડા પાડ્યા હતા. આ કોમ્પલેક્સમાં ત્રણ મહિના પહેલા જ રહેવા આવેલી મહિલાએ મુંબઇ ખાતે દોઢસો કરોડનોની જીએસટીની ચોરી કરી છે. લાંબા સમયથી આ મહિલા પર GST ના અધિકારીઓએ વોચ હતી.

જો કે મહિલાને અંદેશો આવી જતા તે દિકરીઓને મળવા સુરત આવી ગઇ હતી. આ મહિલા છેલ્લા ત્રણ મહિનાથી સુરત ખાતે આવીને ભાડાના મકાનમાં રહેતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું તે પ્રિયા મ્હાત્રે નામની મહિલા સગુનના નામે સુરતમાં રહેતી હતી. જો કે આ અંગે જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા મોડી રાત્રે મહિલા કરોડો રૂપિયાની રોકડ સાથે ઝડપાઇ હતી. આ ઉપરાંત તેની પાસેથી મોટા પ્રમાણમાં જ્વેલરી પણ મળી આવી હતી.

આ પણ વાંચો-

મન હોય માળવે જવાય, સરકારી શાળામાં અભ્યાસ કરી પ્રથમ પ્રયાસમાં જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનતી રાજકોટની જહાન્વી રાજપોપટ

આ પણ વાંચો-

ગુજરાતમાં IELTS ના પેપરના ચોરીની પ્રથમ ઘટના, મહેસાણામાં કુરિયરની ઓફિસમાંથી ચોરી

 

Next Video