ગૌણ સેવા પસંદગી મંડળના પેપરલીક કેસમાં 11 લોકોની અટકાયત, આ સ્થળેથી પેપરલીક થયાનું અનુમાન

|

Dec 16, 2021 | 9:20 AM

GSSSB PAPER LEAK CASE :આ પેપર લીક કેસમાં પોલીસની 16થી વધારે ટીમ તપાસ ચલાવી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં 11 લોકોની અટકાયત કરી છે.

GANDHINAGAR : ગૌણ સેવા પસંદગી મંડળના કથિત પેપર લીક મામલે ગૃહ વિભાગમાં બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો.પોલીસે અત્યાર સુધીમાં 11 લોકોની અટકાયત કરી છે.આ અંગે ગૃહ વિભાગ આજે સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે. પેપર લીકનું એપી સેન્ટર ઉત્તર ગુજરાત હોવાનું અનુમાન છે.આ પેપર લીક કેસમાં પોલીસની 16થી વધારે ટીમ તપાસ ચલાવી રહી છે.

ગઈકાલે 15 ડિસેમ્બરે ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે આ પેપરલીક થવાના મામલે પોલીસની 16 જેટલી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી છે. અસિત વોરાએ કહ્યું કે અત્યાર સુધી મંડળને પેપરલીક થવાના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. તેમણે કહ્યું કે રાજ્યના ગૃહરાજ્યપ્રધાને ખાતરી આપી છે કે જો કોઈ ગેરરીતી કરવામાં આવી હશે તો આવું કોઈને બક્ષવામાં નહી આવે.

ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ કહ્યું કે આ પરીક્ષામાં પેપરલીક થવાના મામલે મંડળને કે મંડળના સચિવને અત્યાર સુધી કોઈ પુરાવા કે ફરિયાદ મળી નથી. અસિત વોરાએ કહ્યું કે પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જે રિપોર્ટ આવે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે રાજ્ય સરકારને કાર્યવાહી કરવા અલ્ટીમેટમ આપ્યું.યુવરાજ સિંહે કહ્યું કે ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે પુરાવા આપીશું.વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શંકાના દાયરામાં હોવાનો આરોપ લગાવી તેમને હટાવવાની માગ કરી.યુવરાજ સિંહે પેપર લીક કેસની તપાસ માટે SITની રચના કરવાની પણ માગણી કરી.

આ પણ વાંચો : AMRELI : બેંકમાં 40 ગ્રામના સોનાના ઘરેણાં ભૂલી ગઈ મહિલા, બેંકે આ રીતે મહિલાને શોધી ઘરેણાં પરત કર્યા

આ પણ વાંચો : VALSAD : દોઢ વર્ષમાં નાણા ડબલ કરવાની લાલચ આપી છેતરવાના આરોપમાં 5 શખ્સોની ધરપકડ

Next Video