AHMEDABAD : જાહેર સ્થળો પર લોકોની ભારે ભીડ, કોવિડ નિયમોનો ખુલ્લેઆમ ભંગ

|

Dec 26, 2021 | 4:58 PM

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધવાની ભીતિ વચ્ચે લોકો બેદરકારી દાખવતા હોવાનું દેખાઈ રહ્યું છે. શહેરના જાહેર સ્થળ અને બજારોમાં લોકોની બેદરકારી સામે આવી છે.

AHMEDABAD : અમદાવાદના કાંકરીયા ખાતે મોટી ભીડ અને બેદરકારી જોવા મળી છે..સતત વધતા કોરોનાના કેસ વચ્ચે પણ લોકોમાં બેદરકારી જોવા મળી રહી છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિના જ લોકો બિન્દાસ્ત રીતે ફરી રહ્યા છે. કાંકરિયા ખાતે પ્રાણી સંગ્રહાલય, બોટિગ અને અન્ય સ્થળો મુલાકાતીઓથી ખીચોખીચ ભરાયું છે. અગાઉ દર વર્ષે કાંકરિયા કાર્નિવાલનું ભવ્ય આયોજન થતું હતું ત્યારે આ વર્ષે કાર્નિવાલ ન યોજાવા છતાં લોકો કાંકરિયા ખાતે ઉમટી રહ્યા છે.

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધવાની ભીતિ વચ્ચે લોકો બેદરકારી દાખવતા હોવાનું દેખાઈ રહ્યું છે. શહેરના જાહેર સ્થળ અને બજારોમાં લોકોની બેદરકારી સામે આવી છે. લોકો ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટંસિંગના નિયમનો સરેઆમ ભંગ કરતા જોવા મળી રહ્યાં છે. ભદ્ર બજારમાં લોકો નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે.લોકોની બેદરકારી શહેર અને રાજ્યમાં સંક્રમણ વધારી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે 25 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ થયો છે. 25 ડિસેમ્બરે રાજ્યમાં નવા 179 કેસ નોંધાયા, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 61 કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ વધીને 837 થયા છે. તો રાજકોટ જિલ્લામાં 2 દર્દીઓના મૃત્યુ સાથે રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 8 લાખ 29 હજાર 182 થઇ છે, તેમજ મૃત્યુઆંક વધીને 10,113 થયો છે.

આ પણ વાંચો : JAMNAGAR : શહેરની ડીસીસી સ્કૂલના મેદાનમાં બાળકો માટે શેરી રમતોનું આયોજન કરવામાં આવ્યું

આ પણ વાંચો : Surat: ક્રિસમસ ઉજવવા હજારો થયા એકઠા, વીડિયો વાયરલ થતા, પોલીસે DJ પાર્ટીના આયોજક સામે નોંધ્યો ગુનો

Next Video