Dwarka: જગતમંદિર આસપાસ ડ્રોન ઉડતા અટકળો, પ્રતિબંધિત વિસ્તારમાં કોની મંજૂરીથી ઉડાડવામાં આવ્યું ડ્રોન?

|

Dec 23, 2021 | 6:54 AM

Dwarka: જગતમંદિર આસપાસ ડ્રોન ઉડતા અટકળો શરુ થઇ ગઈ હતી. જણાવી દઈએ કે પ્રતિબંધિત વિસ્તારમાં કોની મંજૂરીથી ઉડાડવામાં આવ્યું ડ્રોન એણે લઈને સવાલો ઉભા થાય છે.

Devbhumi Dwarka: દ્વારકાના પ્રખ્યાત જગતમંદિર (JagatMandir) આસપાસ ડ્રોનની (Drone) ગતીવિધિ જોવા મળી હતી. મંદિર આસપાસ ડ્રોન ઉડતા ચકચાર મચી ગયો હતો. જણાવી દઈએ કે આ વિસ્તાર ડ્રોન ઉડાડવા માટે પ્રતિબંધિંત છે તેમ છતા આ વિસ્તારમાં ડ્રોન ઉડાવવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે મંદિરની અંદરથી પણ ડ્રોન ઉડતું પસાર થયું હતું. ત્યારે ચો તરફ એક જ ચર્ચા ચાલી રહી છે કે, આ ડ્રોન કોની મંજૂરીથી ઉડાડવામાં આવ્યું હતું. તો કોને આ ડ્રોન ઉડાવ્યું.

જણાવી દઈએ કે ગુજરાતમાં ઘણા ક્ષેત્રોમાં સુરક્ષા હેતુથી ડ્રોન પર પ્રતિબંધ મુકવામાં આવેલો છે. તો દેશમાં પણ  ડ્રોનથી થતા હુમલા પણ સામે આવ્યા છે. આવામાં પોરબંદરમાં પણ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. થોડા દિવસ અગાઉ પોરબંદર જિલ્લામાં મહત્વના 22 સ્થળો પર ડ્રોન કેમેરા ઉડાડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. ડ્રોન ઉડાડવા પર જિલ્લા વહીવટી તંત્રએ ૧૦ ડિસેમ્બર થી ૬૦દિવસ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. પોરબંદરમાં નેવી, કોસ્ટગાર્ડ અને પોલીસ હેડ ક્વાર્ટર સહિતના લોકેશન પર ડ્રોન કેમેરા ન ઉડાડવા પર જિલ્લા વહિવટી તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે.

પોરબંદર શહેર, જિલ્લા વિસ્તારમાં આવેલ ક્રિટીકલ, સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટ્રોલેશન રેડ ઝોન કે યેલો ઝોનમાં વિભાજીત કરેલા છે. જે પૈકી પોરબંદર જિલ્લાના ૨૨-ઝોન પૈકી ૭-રેડ ઝોન, ૧૫-યેલો ઝોન જાહેર કરાયા છે. જેમાં આ મુજબનાં ૨૨ વિસ્તારોમાં જાહેરનામુ તા. ૧૦ ડિસેમ્બર થી ૬૦દિવસ સુધી અમલમાં રહેશે. આ વિસ્તારનાં ૫૦ તથા ૧૦૦ મીટર વિસ્તારમાં ડ્રોન કેમેરા ઉડાડવા પર પ્રતિબંધ કરાયો છે.

 

આ પણ વાંચો: Omicron Variant : ઓમિક્રોન તમામ દેશોમાં ફેલાઈ જવાની આશંકા, મૃત્યુઆંક 7 લાખ સુધી પહોંચી શકે છે’, WHOએ વ્યક્ત કરી ચિંતા

આ પણ વાંચો: કોથળામાંથી બિલાડું નીકળ્યું: પૂર્વ કચ્છ SP એ કહ્યું ચૂંટણી પરિણામમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા જ નથી, જાણો વિગત

Next Video