ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય, વાહન વ્યવહાર પર થઇ અસર, જુઓ વીડિયો

|

Nov 28, 2023 | 10:00 AM

ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી. ગુજરાતમાં પંચમહાલ, રાજકોટ, ભરુચ,વડોદરા, સુરત સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યુ હતુ.જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાતમાં માવઠાનું સંકટ તો ઓછુ થઇ ગયુ છે, જો કે વાદળછાયુ વાતાવરણ હજુ પણ જોવા મળી રહ્યુ છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી. ગુજરાતમાં પંચમહાલ, રાજકોટ, ભરુચ,વડોદરા, સુરત સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યુ હતુ.જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં ગાઢ ધુમમ્સ છવાયુ હતુ. તો સુરત જિલ્લામાં કોસંબા, નેશનલ હાઇવ પર વહેલી સવારથી જ ધુમ્મસ જોવા મળ્યુ હતુ. ઓલપાડ સહિતના વિસ્તારોમાં પણ ધુમ્મ્સની ચાદર છવાઇ હતી. ધુમ્મ્સને લઇ વિજીબીલીટી ઓછી થઈ ગઇ હતી.

આ પણ વાંચો- આજની ઇ-હરાજી : રાજકોટના સોની બજારમાં ઓછી કિંમતમાં દુકાન ખરીદવાની તક, જાણો શું છે વિગત

રાજકોટના કાલાવડ રોડ ઉપર વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઇ હતી, જેના કારણે કાલાવડ હાઇવે રોડ ઉપર વાહન વ્યવહારને અસર થઇ હતી. વડોદરાના વાઘોડિયામાં પણ ધુમ્મસને કારણે વિઝીબલીટી ઓછી થતા વાહન ચાલકોને હાલાકી પડી હતી. ભરૂચમાં કમોસમી વરસાદ બાદ ધુમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મળ્યુ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video