Breaking News : રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 1504 બાંધકામોના ડિમોલેશનની કામગીરી પૂર્ણ, જુઓ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી મહદ અંશે પૂર્ણ થયું છે.ગેરકાયદેસર બાંધકામો દૂર થતાં નદીનો વિસ્તાર વધ્યો છે.વાહનોની અવરજવર થઈ શકે તે માટે અત્યારે રોડ ખુલ્લા કરવામાં આવ્યા છે.

| Edited By: | Updated on: Feb 25, 2026 | 1:40 PM

જંગલેશ્વર ડિમોલેશનને લઇને મહત્વના સમાચાર જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી મહદ અંશે પૂર્ણ થયું છે.જંગલેશ્વર વિસ્તારમાં આજી નદી પટ્ટા તથા ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું દબાણ દૂર કરવામાં આવ્યું છે.અનેક હિસ્ટ્રીશિટરોના બંગલાઓ તોડી પાડવામાં આવ્યાં છે.પીજીવીસીએલને દર વર્ષે અંદાજે 50 લાખ રૂપિયાની વીજચોરીનું નુકસાન થતું હતું.

પ્રોટેકેશન વોલ કરવી ખુબ જરૂરી

1509 બાંધકામો પૈકી 1504 બાંધકામો સંપૂર્ણ તોડવામાં આવ્યાં છે.આજે 5 બાંધકામો તોડવામાં આવશે.પ્રથમ ટીપી રોડ પરના બાંધકામનો કાટમાળ દૂર કરવામાં આવશે.નદીના પટના 948 જેટલા બાંધકામો દૂર કરવામાં આવ્યા છે.ગેરકાયદેસર બાંધકામો દૂર થતાં નદીનો વિસ્તાર વધ્યો છે.આકાશી દ્રશ્યોમાં નદી પહોળી જોઇ શકાય છે.ચોમાસા પહેલા કાટમાળ દૂર કરીને પ્રોટેકેશન વોલ કરવી ખુબ જરૂરી બની છે.

 

 

કાટમાળ ખસેડ્યા બાદ રોડના ખાતમુહૂર્તનો નિર્ણય લેવાશે. વાહનોની અવરજવર થઈ શકે તે માટે અત્યારે રોડ ખુલ્લા કરવામાં આવ્યા છે.આ કાટમાળને દુર કરવામાં અંદાજે એક મહિનાથી વધુનો સમય પણ લાગી શકે છે.ચોમાસા પહેલા બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. દિવસમાં 120 જેટલા ટ્રેકટરોની મદદથી કાટમાળ દૂર કરવામાં આવશે.

શા માટે ડિમોલેશનની જરૂર ?

જંગલેશ્વર વિસ્તાર આજી નદીકાંઠાનો વિસ્તાર છે.નદીકાંઠાના વિસ્તારમાં અનેક ગેરકાયદેસર બાંધકામો ઉભા હતા.નદીનો પટ પુરવા લાગ્યા હતા,જેના કારણે ચોમાસાના સમયમાં આ વિસ્તાર પાણીમાં ગરકાવ થતો હતો.આજી ડેમ ઓવરફ્લો થતાં આ વિસ્તારના ઘરોમાં પાણી ભરાતા હતા.આ ઉપરાંત નદી કાંઠામાં ગેરકાયદેસર પ્રવૃતિઓ પણ થતી હતી.કેટલાક લેભાગુ તત્વોએ આ વિસ્તારમાં ઓરડીઓ બનાવી હતી જેથી ચોમાસામાં હાલાકી હતી.
આજી નદી બુરાવાને કારણે ચોમાસામાં હાલાકી પડે છે.

 

રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. અહી ક્લિક કરો