પ્રાંતિજમાં જૂથ અથડામણનો મામલો, તંત્રએ અસમાજીક તત્વો પર ચલાવ્યુ બુલડોઝર

| Updated on: Feb 21, 2024 | 7:23 AM

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં ગત 14 ફેબ્રુઆરીએ જૂથ અથડામણ સર્જાઈ હતી. જેમાં એક આધેડને માથામાં પાઇપ ફટકારીને હત્યા કરવામાં આવી ઘટનામાં પોલીસે 15 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ત્યારબાદ હવે તંત્રએ બુલડોઝર ચલાવ્યુ છે. અસમાજીક તત્વો સાથે સંકળાયેલા લોકોની ગેરકાયદેસર મિલ્કતો પર બુલડોઝર ફરી વળ્યુ છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ગત સપ્તાહે મોડી રાત્રે જૂથ અથડામણ સર્જાઈ હતી. જેમાં પથ્થરમારો કરીને એક યુવક પર પાઇપ વડે ફટકા મારીને હત્યા નિપજાવવામાં આવી હતી. ઘટનામાં પોલીસે 17 આરોપીઓ તેમજ 30 જણાના ટોળા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ઘટનાના 15 આરોપીઓને પોલીસે ઝડપી લઈને તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો: ભારતના સૌથી લાંબા કેબલ સ્ટેયડ બેટ-દ્વારકાના સિગ્નેચર બ્રિજની શું છે વિશેષતાઓ? જુઓ

તો બીજી તરફ તંત્રએ પણ વિસ્તારમાં અસમાજીક તત્વોના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દીધુ છે. તંત્ર દ્વારા અગાઉથી જ આ માટે ગેરકાયદેસર દબાણની નોટિસો પાઠવી હતી. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ દબાણ દૂર કરવા માટે બુલડોઝર ચલાવી દીધુ હતુ. એસપી વિજય પટેલ અને ડીવાયએસપી અતુલ પટેલ સહિત એલસીબી અને એસઓજી સહિતનો કાફલો દબાણ દૂર કરવાની કાર્યવાહીને પગેલ પ્રાંતિજમાં ખડકાયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 20, 2024 04:14 PM