પાલનપુરના ગઢને તાલુકો જાહેર નહી કરાય તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી

|

Mar 27, 2024 | 9:30 AM

પાલનપુર તાલુકાના ગઢ ગામને તાલુકો બનાવવાની પ્રબળ માગણી ઊઠી છે. ગઢ અને આજુબાજુના 30થી વધુ ગામના લોકો અનેક વર્ષોથી માગણી કરતા હવે થાકી ગયા છે. અહિં ભાજપના હોદ્દેદારો સરકાર સામે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે તો કોંગ્રેસના હોદ્દેદારોએ પણ રજૂઆત કરી છે, ઠરાવ કર્યા છે પરંતુ પરિણામ નથી મળ્યું.

બનાસકાંઠા જિલ્લામાં વધુ એક વિસ્તારને તાલુકા તરીકે જાહેર કરવાની માંગ ઉઠી છે. ચૂંટણી ટાણે જ હવે વિસ્તારના લોકોએ પોતાની માંગને લઈ આક્રોશ ઠાલવી રહ્યા છે. પાલનપુર તાલુકાના ગઢ ગામને તાલુકો બનાવવાની પ્રબળ માગણી ઊઠી છે. 20,000 જેટલી વસ્તી ધરાવતું ગઢ ગામ અને આજુબાજુના 30થી વધુ ગામના લોકો અનેક વર્ષોથી માગણી કરતા હવે થાકી ગયા છે.

આ પણ વાંચો:  સાબરકાંઠા બેઠક પર ભાજપે ગુજરાતી શાળાના શિક્ષિકા શોભનાબા બારૈયાને ઉતાર્યા મેદાને, જાણો

અહિં ભાજપના હોદ્દેદારો સરકાર સામે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે તો કોંગ્રેસના હોદ્દેદારોએ પણ રજૂઆત કરી છે, ઠરાવ કર્યા છે પરંતુ પરિણામ નથી મળ્યું. આસ્થિતિમાં જો સરકાર ગઢને તાલુકો નહી બનાવે તો ભાજપના હોદ્દેદારો જ લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:28 am, Wed, 27 March 24

Next Video