સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલ રાજીનામુ નહીં આપે તો કરીશુ જલદ આંદોલન, મનોજ પનારાએ ઉચ્ચારી ચીમકી- જુઓ વીડિયો

સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલ રાજીનામુ નહીં આપે તો કરીશુ જલદ આંદોલન, મનોજ પનારાએ ઉચ્ચારી ચીમકી- જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 24, 2023 | 5:15 PM

સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલના રાજીનામા માગ સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના યુવાનો કરી રહ્યા છે. મોરબીના વાંકાનેરમાં નક્લી ટોલનાકા કાંડમાં જેરામ પટેલના પુત્રની સંડોવણી ખૂલતા તેની સામે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે. જેના કારણે પાટીદાર સમાજની છબી ખરડાઈ છે આથી આવી વ્યક્તિ સમાજના ઉચ્ચ હોદ્દા પર ન રહી શકે તેવુ મનોજ પનારાએ જણાવ્યુ છે.

સિદસર ઉમિયાધામના પ્રમુખ સામે હવે પાટીદાર યુવાનોએ મોરચો માંડ્યો છએ અને તેમના રાજીનામાની માગ સાથે સૈરાષ્ટ્રના પાટીદારોની બેઠક મળી હતી. આ બેઠકમાં જેરામ પટેલની ગેરહાજરીથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. મોરબી ટોલનાકા કાંડની પોલીસ ફરિયાદમાં પુત્ર અમરશીનું નામ સામે આવ્યા બાદ જેરામ પટેલના રાજીનામાની માગ પ્રબળ બની છે. સમાજના મોભી સામે જ સમાજના યુવાનોએ મોરચો માંડ્યો છે. જેરામ પટેલના રાજીનામાના એજન્ડા સાથે યોજાયેલી બેઠકમાં જેરામ પટેલના રાજીનામાને લઈને એકસૂર જોવા મળ્યો.

6 જાન્યુઆરીની બેઠકમાં જેરામ પટેલ રાજીનામુ આપે તે અંગેનો તખ્તો તૈયાર !

જો કે સિદસર ટ્રસ્ટ દ્વારા આ અંગે એજન્ડા તૈયાર કરી દેવામાં આવ્યો છે અને વયમર્યાદાનું કારણ આગળ ધરીને જેરામ પટેલ રાજીનામુ આપશે તેવો તખ્તો ગોઠવાયો છે. જો કે અચાનક જ જેરામ પટેલના રાજીનામાની વાત સામે આવતા અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આજની બેઠકમાં પણ 6 જાન્યુઆરીએ મળનારી સિદસર ટ્રસ્ટની બેઠકમાં જેરામ પટેલને પદ પરથી દૂર કરવાની માગ કરી છે. પાટીદારોએ રાજીનામાની કોપી સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરવાની રજૂઆત કરી છે. જો જેરામ પટેલ રાજીનામુ નહીં આપે તો સૌરાષ્ટ્રના પાટીદારો કરશે અને 108 પાટીદાર આગેવાનો ઉમિયાધામમાં ઉપવાસ આંદોલનના મંડાણ કરશે.

આ પણ વાંચો:  સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલ આપશે રાજીનામું, નકલી ટોલનાકુ નડી ગયાની ચર્ચા, બેઠકમાં પસાર થઈ શકે છે ઠરાવ

હાલ તો નક્લી ટોલનાકા કેસમાં પુત્રનુ નામ ઉછળતા પિતાએ સર્વોચ્ચ પદ ગુમાવવુ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે એ જોવુ રસપ્રદ રહેશે કે પાટીદાર અગ્રણી અને સમાજના મોભી એવા જેરામ પટેલ રાજીનામુ આપે છે કે કેમ !

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો