VIDEO : જાણો મુંબઈ-દિલ્લી એક્સપ્રેસ વેના ગુજરાત રૂટ વિશે, જે  દિલ્હીથી મુંબઈ વચ્ચેનું અંતર ઘટાડશે

VIDEO : જાણો મુંબઈ-દિલ્લી એક્સપ્રેસ વેના ગુજરાત રૂટ વિશે, જે દિલ્હીથી મુંબઈ વચ્ચેનું અંતર ઘટાડશે

| Edited By: | Updated on: Feb 12, 2023 | 1:35 PM

આ એક્સપ્રેસ-વેની લંબાઇ 1386 કિલોમીટર છે. જેના પર મુસાફરો માટે જરૂરી તમામ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. એક્સપ્રેસ-વે શરૂ થવાને કારણે દિલ્લી-જયપુર હાઇવે પર ટ્રાફિકનું ભારણ ઘણું ઘટી જશે.

દેશની રાજધાની દિલ્લી અને આર્થિક રાજધાની મુંબઇ વચ્ચેનું અંતર હવે તમે 12 કલાકમાં જ પૂર્ણ કરી શકશો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી આજે દેશના સૌથી મોટા પ્રોજેક્ટ દિલ્લી-મુંબઇ એક્સપ્રેસ-વેનું ઉદ્દઘાટન કરશે. ગુજરાત અને રાજસ્થાન સહિત દેશના અનેક રાજ્યોમાંથી પસાર થતો આ એક્સપ્રેસ-વે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે છે. આ એક્સપ્રેસ-વેની લંબાઇ 1386 કિલોમીટર છે. જેના પર મુસાફરો માટે જરૂરી તમામ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. એક્સપ્રેસ-વે શરૂ થવાને કારણે દિલ્લી-જયપુર હાઇવે પર ટ્રાફિકનું ભારણ ઘણું ઘટી જશે. પરિણામે આ હાઇવે પર લાગતા ટ્રાફિક જામથી મુસાફરોને ફાયદો થશે.

ગુજરાતમાં 426 કિલોમીટરનો છે રૂટ

આ એક્સપ્રેસ-વેની સફર દરમ્યાન દિલ્લી અને મુંબઇ વચ્ચેની મુસાફરીનો સમય 24 કલાકથી ઘટીને અડધો એટલે કે ફક્ત 12 કલાકનો રહી જશે. એક્સપ્રેસ-વે પર મુસાફરોની સુરક્ષા માટે દર 500 મીટર પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.

કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેને શાનદાર સિદ્ધિ ગણાવી છે. નીતિન ગડકરીએ એક્સપ્રેસ-વેના નિર્માણ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ એક્સપ્રેસ વેને બનાવવા માટે 25 લાખ ટન ચારકોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 4 હજાર ટ્રેનિંગ લીધેલા એન્જીનિયર્સ આ એક્સપ્રેસ-વે બનાવવામાં લાગ્યા હતા. 4 લેનના આ એક્સપ્રેસ-વેને ફક્ત 24 કલાકમાં 2.5 કિમી સુધી બનાવવામાં આવ્યો છે. જે એક વર્લ્ડ રેકોર્ડ છે.  જ્યારે કે 50 કિમી સિંગલ લેનમાં 100 કલાકમાં સૌથી વધારે માત્રામાં ચારકોલ નાખવાનો પણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

Published on: Feb 12, 2023 12:15 PM