ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા છ દિવસના પ્રવાસે

|

Sep 21, 2022 | 7:28 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022) લઇને આમ આદમી પાર્ટીએ(Aap) રાજ્યભરમાં આક્રમક પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે હવે દિલ્લીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા(Manish Sisodia) પણ ગુજરાતના ચૂંટણી જંગમાં મેદાનમાં ઉતર્યા છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022) લઇને આમ આદમી પાર્ટીએ(Aap) રાજ્યભરમાં આક્રમક પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે હવે દિલ્લીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા(Manish Sisodia) પણ ગુજરાતના ચૂંટણી જંગમાં મેદાનમાં ઉતર્યા છે. મનિષ સિસોદિયાએ ગાંધી આશ્રમથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાવ્યો. પરિવર્તન યાત્રા અંતર્ગત મનિષ સિસોદિયા ઉત્તર ગુજરાતમાં 6 દિવસની યાત્રા કરશે. મનિષ સિસોદિયા અને AAPના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. મનિષ સિસોદિયાએ હૃદયકુંજમાં ગાંધીજીના ફોટાને સુતરની આંટી પહેરાવી હતી. ત્યારબાદ તેમણે રેંટિયો પણ કાંત્યો. મનિષ સિસોદિયાએ બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આશ્રમમાં આવેલા મ્યુઝિયમની પણ મુલાકાત લીધી.

મનિષ સિસોદિયાએ ફરી ભાજપ સરકારને આડેહાથ લેતા કહ્યું કે ભાજપ અને કોંગ્રેસે ગુજરાતમાં સ્કૂલો અને હોસ્પિટલ ખોલી નથી. અને હવે લોકોને જ્યારે અરવિંદ કેજરીવાલ પ્રત્યે આશા છે તો તેમને ગાળો આપવામાં આવે છે.

Published On - 6:35 pm, Wed, 21 September 22

Next Video