અમદાવાદ ટ્રાફિક પોલીસ પર લાગ્યો તોડકાંડનો આરોપ, પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 21, 2023 | 1:26 PM

ભારત-ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપની ફાઇનલ મેચ દરમિયાન નાના ચિલોડા સર્કલ નજીક વાહન ચેકિંગ દરમિયાન દિલ્હીના યુવકોની કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. દિલ્હીના યુવકોનો આરોપ છે કે, પ્રોહિબેશનના કેસની ધમકી આપીને ટ્રાફિક પોલીસે તોડનો કારસો રચ્યો હતો

અમદાવાદ પોલીસ પર તોડકાંડનો આરોપ લાગ્યો છે અને તોડકાંડનો શિકાર દિલ્હીના યુવકો બન્યા છે. ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઇનલ નિહાળવા દિલ્લીથી અમદાવાદ આવેલા યુવકોને અમદાવાદની ખાખીનો કડવો અનુભવ થયો છે. દિલ્હીના યુવકોનો આરોપ છે કે ટ્રાફિક પોલીસે કેસની પતાવટ માટે તેમની પાસેથી 20 હજાર રુપિયા પડાવ્યા છે.

ભારત-ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપની ફાઇનલ મેચ દરમિયાન નાના ચિલોડા સર્કલ નજીક વાહન ચેકિંગ દરમિયાન દિલ્હીના યુવકોની કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. દિલ્હીના યુવકોનો આરોપ છે કે, પ્રોહિબેશનના કેસની ધમકી આપીને ટ્રાફિક પોલીસે તોડનો કારસો રચ્યો હતો અને પોલીસ મથકે લઇ જવાને બદલે તેમને વાનમાં ફેરવ્યા હતા. યુવકોનો આરોપ છે કે પોલીસે 2 લાખની માગણી કરી હતી, પરંતુ રૂપિયા ન હોવાથી ભારે રકઝક બાદ UPIથી 20 હજાર આપીને પતાવટ કરી હતી.

આ પણ વાંચો- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને આપ્યુ નવુ નામ, જાણો શું કહીને બોલાવ્યા

સમગ્ર મામલો સપાટી પર આવતા પોલીસ કમિશનરે તપાસના આદેશ કર્યા છે અને DCP સફીન હસનને તપાસ સોંપાઇ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, તોડકાંડમાં ટ્રાફિક પોલીસ સહિત 2 હોમગાર્ડના જવાનોની પણ સંડોવણી છે. હવે તોડકાંડને અંજામ આપનારાઓ વિરૂદ્ધ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર મંડાઇ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો