Gujarat માં કોરોનાના કેસોમાં ઘટાડો, આજે નવી કોરોના એસઓપી જાહેર થશે

|

Feb 17, 2022 | 10:36 AM

કેન્દ્ર સરકારે પત્ર લખીને રાજ્યોને નિયંત્રણોમાં રાહત આપવા કહ્યું છે. જેથી રાજ્ય સરકાર પણ કોરોના નિયંત્રણમાં વધારે મુક્તિ આપી શકે છે. રાજ્ય સરકાર માસ્કનો દંડ દૂર કરવાની કે માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવા અંગેની જાહેરાત પણ કરી શકે છે.

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona)  દૈનિક કેસ એક હજારથી ઓછા સામે આવે છે.તો એક્ટિવ કેસ પણ ઘટી ગયા છે. ગુજરાતમાં કોરોના સંક્રમણની લહેર ઘટતા જ રાજ્ય સરકાર વધુ છૂટછાટ જાહેર કરી શકે છે. કેન્દ્ર સરકારે પત્ર લખીને રાજ્યોને નિયંત્રણોમાં રાહત (Restriction)  આપવા કહ્યું છે. જેથી રાજ્ય સરકાર પણ કોરોના નિયંત્રણમાં વધારે મુક્તિ આપી શકે છે. રાજ્ય સરકાર માસ્કનો દંડ દૂર કરવાની કે માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવા અંગેની જાહેરાત પણ કરી શકે છે. આ ઉપરાંત લગ્નો પ્રસંગોમાં વધારે લોકોને હાજર રહેવાની છૂટ મળી શકે છે. જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટ પણ 100 ટકા ક્ષમતા સાથે ચાલુ થઈ શકે છે., જ્યારે બસમાં હાલમાં મુસાફરોની 75 ટકાની મર્યાદા દૂર થઇ શકે છે.

જ્યારે  સિનેમા હોલ, જીમ, વોટર પાર્ક, સ્વિમિંગ પુલ, લાયબ્રેરીમાં 50 ટકાની મર્યાદા દૂર થઈ શકે છે. આ ઉપારંત કોચિંગ સેન્ટર, ઓડિટોરિયમ, મનોરંજક સ્થળો પરના નિયંત્રણ દૂર થઈ શકે છે. જો કે નિયંત્રણો દૂર કર્યા બાદ રાજ્ય સરકારે સતત મોનિટરિંગ કરવું પડશે.

આ પણ વાંચો : Ahmedabad : વિદેશ મોકલવાના નામે ગોંધી રાખવાના કેસમા ક્રાઇમ બ્રાંચમા વધુ એક ફરિયાદ દાખલ

આ પણ વાંચો : Ahmedabad : પીવાના પાણી માટે મુકાયેલા એટીએમ મશીનો બંધ હાલતમા

Next Video