ખુશખબર: રાજ્યના TRB જવાનો માટે ગુડ ન્યૂઝ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જવાનોને છુટા કરવાનો નિર્ણય મોકફ રાખ્યો

| Edited By: | Updated on: Nov 23, 2023 | 5:30 PM

રાજ્યના TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય હાલ મોકૂફ રાખવામા આવ્યો છે. CM સાથેની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને કે.કૈલાસનાથન પણ આ બેઠકમાં હાજર હતા. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી વર્ચ્યુલી આ બેઠકમાં જોડાયા હતા. TRB જવાનોની સમસ્યાને લઈ બેઠકમાં મંત્રણા કરવામાં આવી હતી.

ગાંધીનગર TRB જવાન મુદ્દે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. જોકે આ બેઠક પૂર્ણ થતાં TRB જવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હાલમાં TRB જવાનોને ફરજ પરથી મોકૂફ કરવાનો નિર્ણય મુલતવી રખાયો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તથા કે કૈલાશનાથન પણ આ બેઠકમાં હજાર રહયા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાયા હતા. જેમાં એચએએલ પૂરતો આ અંગે નિર્ણય મોકૂફ રખાયો છે.

આ પણ વાંચો  : હેલ્થ ઈન્સ્યોરન્સમાં થશે મોટો ફેરફાર, જાણો વીમા ધારકને કેવો થશે ફાયદો

મહત્વનુ છે કે વર્ષોથી TRB તરી ફરજ બજાવતા જવાનોને ફરજ મોકૂફ કરવાની વાત સામે આવત છેલ્લા 3 દિવસ થી ઠેર ઠેર આંદોલન થઈ રહા છે. તમામ જીલ્લોના TRB જવાનો આ આંદોલનમાં જોડાઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે મળેલી બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય કરાયો છે.

જેમાં હાલ TRB જવાનોને ફરજમાંથી મોકૂફ કરવાનો નિર્ણય મોકૂફ રખાયો છે. સાથે જ TRB જવાનોમાં જેની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી હશે તથા ભ્રષ્ટાચારની ફરિયાદ હશે એમને પણ ફરજમાં પાછા ન લેવા વિચારણા કરવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે સાંજ સુધીમાં જાહેરાત પણ થઇ શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 23, 2023 05:28 PM