હાલોલની કંપની બ્લાસ્ટમાં વધુ 2 મૃતદેહ મળી આવતા કુલ મૃત્યુ 5, વર્ષો પહેલા કંપની ન સ્થાપવા થયું હતું આંદોલન

| Edited By: | Updated on: Dec 16, 2021 | 10:20 PM

Panchmahal: પંચમહાલના હાલોલ પાસેના રણજિત નગર સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. જ્યાં આગ પર કાબુ મેળવ્યા બાદ બે બીજા મૃતદેહ મળ્યા છે.

પંચમહાલ: હાલોલની કંપનીમાં બ્લાસ્ટ મામલે વધુ દુખદ સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે સર્ચ દરમિયાન વધુ 2 મૃતદેહ મળી આવ્યા છે. આગ પર કાબૂ મેળવ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં વધુ બે મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. તો અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 5 પર પહોંચ્યો હોવાની માહિતી સામે અવી છે.

ચોંકાવનારી વાત છે કે વર્ષો પહેલા આ કંપની અહીં નહીં સ્થાપવા માટે ગ્રામજનોએ આંદોલન કર્યું હતું. તો એ સમયે ગ્રામજનોને એ સમયે જે ચિંતા હતી એ આજે સાચી સાબિત થયાની ભયાનક ઘનતા બની હતી. વહેલી સવારે કંપનીમાં બ્લાસ્ટ થતા સંખ્યાબંધ કામદારો અંદર ફસાયા હતા.

જણાવી દઈએ કે પંચમહાલના હાલોલ પાસેના રણજિત નગર સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. કંપનીના સોલવન્ટ પ્લાન્ટમાં બ્લાસ્ટ થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્લાન્ટમાં આગ પ્રસરતા અફરા તફરી સર્જાઈ હતી. બ્લાસ્ટની ઘટનાના પગલે કંપની આસપાસના 5 કિલોમીટરના વિસ્તારમાં વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ કંપનીમાં બ્લાસ્ટની ઘટનાથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને માહિતગાર કર્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરે તાકિદે મદદ પહોંચાડવા સૂચના આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાના રણજીતનગરમાં એક ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ અને આગની દુર્ઘટનાને પગલેજે કામદારોને ઇજા પહોંચી છે અને ઘાયલ થયા છે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડી યોગ્ય કાર્યવાહી કરવા અને સારવારનો પ્રબંધ કરવા સૂચના આપી હતી. સીએમએ  આ દુર્ઘટનામાં બચાવ-રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા પંચમહાલ જિલ્લા કલેક્ટર સાથે ટેલીફોનિક વાતચીત કરીને સૂચના આપી હતી.

 

આ પણ વાંચો: વિવાદ વધતા અસિત વોરા GSSSB ના ચેરમેન પદેથી આપી શકે છે રાજીનામું, હેડ ક્લાર્ક પેપર લીક મામલે તપાસ તેજ

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું ‘PM ના માર્ગદર્શનથી પ્રાકૃતિક ખેતીમાં જેટલા આગળ વધીશું તેટલા ખેડૂત અને ખેતી સમૃદ્ધ થશે’