વિવાદ વધતા અસિત વોરા GSSSB ના ચેરમેન પદેથી આપી શકે છે રાજીનામું, હેડ ક્લાર્ક પેપર લીક મામલે તપાસ તેજ
Head Clerk Paper Leak: હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીકને પગલે અસિત વોરા GSSSBના ચેરમેન પદેથી રાજીનામું આપે તેવી શક્યતા જણાવવામાં આવી રહી છે.
Head clerk paper leak: હેડ ક્લાર્ક પેપર લીકને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમગ્ર મામલે વિવાદ વધતા અસિત વોરા (Asit Vora) ચેરમેન પદેથી રાજીનામુ આપી શકે છે. સુત્ર દ્રારા મળેલી માહિતી અનુસાર અસિત વોરા ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી બોડના ચેરમેન પદેથી રાજીનામું આપી શકે છે. જણાવી દઈએ કે રાજ્યમાં હેડ કલાર્કનું પેપર લીક થયાની ઘટનાને લઇને હાલ તપાસ તેજ બની છે.
જણાવી દઈએ કે સત્તાવાર હજુ માહિતી મળી નથી. પરંતુ સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર હાલમાં પેપર લીકને લઈને જે રીતે ગૌણ સેવા પસંદગી મંડળ જે રીતે વિવાદમાં આવ્યું છે. તે મુજબ અસિત વોરા ટૂંક સમયમાં રાજીનામું આપે તેની શક્યતાઓ જોવાઈ રહી છે.
તો બીજી તરફ જણાવી દઈએ કે ગાંગૌણ સેવા પસંદગી મંડળ પેપર લીક કેસમાં હેડ ક્લાર્કની પરીક્ષા જ રદ થાય તેવી શક્યતા છે. અથવા જે ઉમેદવાર પાસે પેપર પહોંચ્યા હતા તેમની પરીક્ષા રદ થઈ શકે છે. માહિતી પ્રમાણે રાજ્યમાં પેપર માટે 9 સ્ટ્રોંગ રૂમ બનાવાયા હતા. તો અમદાવાદના સ્ટ્રોંગ રૂમમાંથી પેપર લીક કરાયું હોવાની માહિતી સામે આવી છે. આ કેસમાં 4 વચેટીયા કેતન, જયેશ, દેવલ, કુલદીપ પટેલ હાલ ભૂગર્ભમાં છે. અને હિંમતનગરના હડીયોલ ગામમાં સૌથી પહેલા પેપર લીક થયું હોવાની પણ માહિતી સામે આવી છે. જણાવી દઈએ કે હાર્ડ કોપી સૌથી પહેલા પ્રાંતિજમાં બહાર આવી હતી. ત્યારે માણસાના બે વિદ્યાર્થી પાસે હાર્ડ કોપી પહોંચી હોવાની પણ વાત છે. ભાર્ગવ, પરિમલ પટેલ સહિત 45થી વધુ વિદ્યાર્થી પાસે પેપર પહોંચ્યું હોવાની શક્યતા છે.
આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 580 પહોંચતા ચિંતા વધી, છેલ્લા 24 કલાકમાં 68 નવા કેસ