સાબરકાંઠાઃ ગૌચરમાં કોઇએ ફાંસલો ગોઠવતા દીપડાનું મોત, વન વિભાગે તપાસ હાથ ધરી

સાબરકાંઠાઃ ગૌચરમાં કોઇએ ફાંસલો ગોઠવતા દીપડાનું મોત, વન વિભાગે તપાસ હાથ ધરી

| Updated on: Feb 12, 2024 | 8:52 PM

હિંમતનગરના નરોડા વિસ્તારના સરકારી જંગલ-ગૌચર વિસ્તારમાં દીપડો ફાંસલામાં ભરાઈ જતા મોતને ભેટ્યો છે. શરુઆતમાં રાયગઢના વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી કે, દિપડો ફસાઈ જતા મુશ્કેલીમાં છે. જેને લઈ રેસક્યુ ટીમને પણ અધિકારીઓ જાણ કરીને સ્થળ પર રવાના કરાઈ હતી.

હિંમતનગરમાં દીપડાનું મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. હિંમતનગરના નરોડા ગામ નજીક આવેલા ગૌચર વિસ્તારના જંગલમાં એક ફાંસલામાં દીપડો ભરાઈ જવા પામ્યો હતો. જેને લઈ દીપડાએ બચાવ માટે પ્રયાસો કર્યા હતા પરંતુ તેમાંથી તે બહાર નિકળી શક્યો નહોતો. આ મામલાની જાણ સ્થાનિકોને થતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. રેસક્યુ ટીમનો કાફલો અને રાયગઢ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી.

આ પણ વાંચો: ગુજરાતઃ ભાજપ દ્વારા રાજ્યસભાના ઉમેદવારોના નામની થઇ શકે છે જાહેરાત, નો-રિપીટ થિયરી!

પરંતુ દીપડાનો અવાજ નહીં આવવાને લઈ તપાસ કરતા મોતને ભેટ્યો હોવાનું સામે આવ્યુ હતુ. આમ દીપડાને બચાવવામાં આવે એ પહેલા જ દીપડો મોતને ભેટ્યો હતો. અંદાજે 10 વર્ષનો દીપડો મૃત્યુ પામ્યો હતો. દીપડાના મૃતદેહને હિંમતનગરના વન ચેતના કેન્દ્ર ખાતે લવાયો હતો. જ્યાં પોસ્ટ મોર્ટમ બાદ અંતિમ સંસ્કાર કરાવમાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા ફાંસલો લગાવવાને લઈ તપાસ શરુ કરવામાં આવી છે. જંગલી પ્રાણીઓના શિકાર માટે લગાવ્યો છે કે, કેમ એ દિશામાં પણ તપાસ હાથ ધરાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 12, 2024 07:56 PM
g clip-path="url(#clip0_868_265)">