Kutch Video : લખપતમાં પાછલા 15 દિવસમાં 12 લોકોના ભેદી બીમારીથી મોત થયા હોવાનો પૂર્વ તાલુકા પંચાયતના સભ્યએ કર્યો દાવો

|

Sep 08, 2024 | 11:17 AM

કચ્છના લખપતમાં ભેદી રોગચાળો વકર્યો હોવાનું સામે આવ્યુ છે. જેના પગલે લોકોના મોત થઈ રહ્યાં છે. લખપત તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય હુસેન રાયમાનો દાવો છે કે પાછલા 15 દિવસમાં 12 લોકોના મોત ભેદી બીમારીથી થયા છે.

કચ્છના લખપતમાં ભેદી રોગચાળો વકર્યો હોવાનું સામે આવ્યુ છે. જેના પગલે લોકોના મોત થઈ રહ્યાં છે. લખપત તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય હુસેન રાયમાનો દાવો છે કે પાછલા 15 દિવસમાં 12 લોકોના મોત ભેદી બીમારીથી થયા છે. દર્દીઓમાં ન્યુમોનિયા તાવ જેવા લક્ષણો ધરાવતા હતા. આરોગ્ય વિભાગ ત્વરીત અસરથી કામગીરી કરે તેવી રજૂઆત કરવામાં આવી છે.

એક પરિવારમાં 4 લોકોના મોત

પૂર્વ સભ્ય હુસેન રાયમાના જણાવ્યા અનુસાર લખપત પંથકમાં એક જ પરિવારના 4 લોકોના 2 દિવસમાં મૃત્યુ થયા છે. એક પરિવારના 3 યુવાનો સામાન્ય તાવ આવ્યો હતો. જેની સારવાર અર્થે ભૂજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન 4 લોકોના મોત થયા હતા. આ ઘટનાના પગલે રાજકોટ અને ગાંધીનગરથી મોકલાશે નિષ્ણાત તબીબોની ટીમને લખપત મોકલવામાં આવશે. મૃતકોના પરિવારને સહાય આપવા તાલુકા પંચાયત સભ્યની માગ છે.

Next Video