બાયડના ચોઈલા નજીક લટકતી હાલતમાં યુવક-યુવતીની લાશ મળી, પોલીસે આશંકાઓને લઈ તપાસ શરુ કરી

| Updated on: Nov 17, 2023 | 7:45 PM

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઈલા નજીક યુવક અને યુવતી લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી છે. વાંટા ગામની પરિણીતા અને યુવક બંને ઝાડની ડાળ પર બાંધેલ દોરડા સાથે લટકતી હાલતમાં જોતા સ્થાનિકોએ પોલીસને બોલાવી હતી. પોલીસે મૃત્યુના કારણને જાણવા સહિત શંકા પ્રેરતા સવાલોના જવાબ મેળવવાની દિશામાં તપાસ શરુ કરી છે. લાશને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવી હતી.

બાયડ તાલુકાન ચોઈલા ગામ નજીક આવેલ વાંટા ગામની સીમમાંથી યુવક-યુવતીના લાશ લટકતી હાલતમાં જોવા મળી હતી. સ્થાનિકોએ લટકતી લાશને પગલે બાયડ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવીને લાશની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં યુવતી નજીકના જ ગામની પરિણીતા હોવાનુ સામે આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ ગોળી શરીરમાં પ્રવેશ કરતા જ કેમ થઈ જાય છે મોત? કારતૂસમાં એવું શું હોય છે જેનાથી નિપજે છે મૃત્યુ, જાણો

પોલીસે યુવક અને યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે કે કેમ એ અંગે સ્પષ્ટ કારણ જાણવા માટે તપાસ શરુ કરી છે. યુવક અને યુવતીના સંબંધને લઈને પણ એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. પોલીસે મોતનુ સ્પષ્ટ કારણ જાણવા માટે બંને લાશને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી હતી. ઘટનાને પગલે સ્થળ પર મોટા ટોળા ઉમટી પડ્યા હતા.

 

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 17, 2023 07:41 PM